Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત ખાતે આયોજિત ‘નેશનલ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપ-૨૦૨૧’ માં ૧૨ વર્ષીય દિતી વેકરીયાએ બાજી મારી

સુરત ખાતે આયોજિત ‘નેશનલ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપ-૨૦૨૧’ માં ૧૨ વર્ષીય દિતી વેકરીયાએ બાજી મારી
, બુધવાર, 22 ડિસેમ્બર 2021 (09:58 IST)
સુરત ખાતે તા.૧૬ થી ૧૯ ડિસે. ના રોજ નેશનલ પાવર લિફ્ટિંગ ફેડરેશન, સ્પોર્ટ્સ અસોસિએશન ઓફ ગુજરાત અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે ‘નેશનલ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપ-૨૦૨૧’ યોજાઈ હતી. જેમાં ૫૦ કિ.ગ્રા. વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં સુરતની ૧૨ વર્ષીય દિતી રિતેશકુમાર વેકરીયાએ બાજી મારી હતી. 
 
‘સ્ટોપ ડ્રગ્સ, સેવ ઇન્ડિયા’ અને 'ડ્રગ્સફ્રી યુથ'ની થીમ પર આયોજિત આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી ૮૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ૪૦ કિગ્રા વજન ધરાવતી ૧૨ વર્ષીય દિતીએ ૪૦ ૫૦ કિ.ગ્રા. વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ જીતીને આ કેટેગરીમાં સૌથી નાની વયના સ્પર્ધક તરીકે વિજેતા બનીને સુરતનું ગૌરવ વધાર્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આણંદમાં વાંદરાઓ બન્યા બેકાબૂ, એક બાળકનું મોત, 3ને ઇજા