Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્નુકર ચેમ્પીયન વિધા પિલ્લાઈનુ સમ્માન

સ્નુકર ચેમ્પીયન વિધા પિલ્લાઈનુ સમ્માન

વાર્તા

ચેન્નઈ , બુધવાર, 27 ફેબ્રુઆરી 2008 (16:35 IST)
ચેન્નઈ(વાર્તા) રાષ્ટ્રીય સ્નુકર ચેમ્પીયન વિધા પિલ્લઈને તામિલનાડુ બિલ્યર્ડસ અને સ્નૂકર સંઘ દ્વારા મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન સમ્માનીત કરવામાં આવ્યા હતા. ટીએનબીએસએ દ્વારા પિલ્લઈને રૂપિયા 25,000 રોકડ આપવામાં આવ્યા હતા.

સમારોહમાં સંઘના અધ્યક્ષ એમ સી મનોજ પૂર્વ રાષ્ટ્રીય બિલિયર્ડસ ચેમ્પીયન કમલા ચંદ્રબાબુ, કોચ નદીમ અને સંઘના અન્ય સદસ્ય ઉપસ્થીત રહ્યા હતા. પુરસ્કાર ગ્રહણ કર્યા બાદ પિલ્લાઈએ જણાવ્યુ હતુ કે, આ કાર્યક્રમ બાદ યુવા ખેલાડીઓને પ્રેરણા મળશે અને તેઓ આ રમત પ્રત્યે આકર્ષીત થશે. ઉલ્લેખનીય છે કે, ત્રીસ વર્ષીય પિલ્લાઈને સંઘે બ્રિટનના વિશ્વ સ્નુકર એકેડમીમાં બે મહિના પ્રશિક્ષણ માટે પસંદ કર્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati