Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાયના નેહવાલે પીએમ મોદીને આપી બર્થડે ગિફ્ટ

સાયના નેહવાલે પીએમ મોદીને આપી બર્થડે ગિફ્ટ
, ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2015 (15:27 IST)
દુનિયાની નંબર એક મહિલા બેડમિંટન ખેલાડી સાયના નેહવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનુ રેકેટ ભેટ કરી તેમને જન્મદિવસની અગ્રિમ ભેટ આપી. 
 
પ્રધાનમંત્રીના રહેઠાન સાત રેસ કોર્સ પર થયેલ મુલાકાત દરમિયાન સાયનાએ શ્રી મોદીને આ રેકેટ ભેટ કરી અને તેમને જન્મદિવસની અગ્રિમ શુભેચ્છા પણ આપી. સાયનાની સાથે તેમના પિતા હરવીર નેહવાલ અને આઈઓએસ સ્પોર્ટ્સ એંડ ઈંટરટેનમેંટના એમડી અને સીઈઓ નીરવ તોમર પણ હતા. 
 
સાયનાએ પછી કહ્યુ, "આજનો દિવસ મારે માટે ખાસ છે. કારણ કે મને શ્રી મોદીના જન્મદિવસથી એક દિવસ પહેલા તેમને મળવાની તક મળી. મે તેમને તેમના જન્મદિવસ માટે એક રેકેટ ભેટ આપ્યુ. આ જાણીને સારુ લાગ્યુ કે પ્રધાનમંત્રી રમત વિશે ખૂબ માહિતી રાખે છે. 
 
સાયનાએ કહ્યુ, 'પ્રધાનમંત્રીએ કહ્યુ કે તેઓ દરેક રીતે મારુ સમર્થન કરશે અને મને વિશ્વ ચેમ્પિયનશિપના રજત પદક માટે શુભેચ્છા પાઠવી. તેઓ ઈચ્છે છે કે વધુમાં વધુ યુવતીઓ રમતમાં આગળ આવે.'

Share this Story:

Follow Webdunia gujarati