Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાનિયા શોએબની બીજી પત્ની રહેશે

સાનિયા શોએબની બીજી પત્ની રહેશે

ભાષા

હૈદરાબાદ , ગુરુવાર, 8 એપ્રિલ 2010 (17:59 IST)
ND
N.D
શોએબ મલિક અને આયેશા સિદ્દિકીના તલાકની સત્તાવાર જાહેરાત થઈ ગયા બાદ પાકિસ્તાની ક્રિકેટર તથા ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાના લગ્નનો માર્ગ મોકળો બન્યો છે પરંતુ સાનિયા શોએબની બીજી પત્ની તરીકેનો દરજજો મેળવશે. હનફી મસલક મુજબ શોએબે તેની પ્રથમ પત્ની આયેશાને તલાક આપ્યા હોવાના કારણે સાનિયા બીજી પત્ની બનશે.

આયેશા અને મલિક વચ્ચેના તલાકમાં મઘ્યસ્થિની ભૂમિકા ભજવનાર મેજર જીએમ કાદરીએ જણાવ્યું હતું કે આ બંનેએ લગ્ન કર્યાં હતાં કે નહીં તે હવે મહત્વનું નથી, મલિકે આયેશાને તલાક આપ્યા હોવાથી તે પ્રથમ પત્ની બની ગઈ છે. હનફી મસલકની માન્યતા મુજબ સાનિયા બીજી પત્ની બનશે. સિદ્દિકી અને મલિક પરિવાર હનફી મસલકનો ઘણો આદર કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati