Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાનિયા મિર્જા યૂએસ ઓપનમાં પરાજિત

સાનિયા મિર્જા યૂએસ ઓપનમાં પરાજિત

ભાષા

ન્યૂયોર્ક , ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2009 (12:13 IST)
ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્જા બુધવારે અહીં બીજા રાઉન્ડના એકતરફી મુકાબલામાં ઈટાલીની ફ્લાવિયા પેનેટાના હાથે 6-0, 6-0 ના પરાજય સાથે અમેરિકી ઓપન મહિલા એકલથી બહાર થઈ ગઈ.

ઈટાલીની આ 10 મી વરીયતા પ્રાપ્ત ખેલાડીએ માત્ર 50 મિનિટમાં ભારતીય ખેલાડીને બહારનો રસ્તો દેખાડ્યો. પેનેટાની સાનિયા વિરુદ્ધ છ મેચોમાં આ ચોથી જીત છે જ્યારે બે વખત તેને હારનો સામનો કરવો પડ્યો છે. ઈટાલિયન ખેલાડીએ સાનિયા વિરુદ્ધ હાઈકોર્ટ પર થયેલા ચાર મેચોમાં વિજય નોંધાવ્યો છે.

સાનિયા શરૂઆતથી જ લયમાં ન જોવા મળી અને તેને પોતાની સર્વિસ બચાવવા માટે ઝઝૂમવું પડ્યું. ભારતીય ખેલાડી સમગ્ર મેચ દરમિયાન એક વાર પણ પોતાની સર્વિસ બચાવામાં સફળ ન રહી શકી. સાનિયાએ પ્રથમ સેટમાં બીજી, ચોથી અને છઠ્ઠી ગેમમાં સર્વિસ ગુમાવાની સાથે જ પ્રથમ સેટ માત્ર 22 મિનિટમાં ગુમાવી દીધો.

Share this Story:

Follow Webdunia gujarati