Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતની હોકી યજમાની પર તલવાર

ભારતની હોકી યજમાની પર તલવાર

ભાષા

, શુક્રવાર, 10 એપ્રિલ 2009 (10:47 IST)
ભારતીય હોકી સામે હાલમાં એક ગંભીર પ્રશ્ન સર્જાવા લાગ્યો છે. ભારતને આવતા ૨૦૧૦ હોકી વર્લ્ડકપની યજમાની ગુમાવવી પડે તેવી એંધાણી વર્તાઈ રહી છે.

ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકીના પ્રમુખ લિએન્ડ્રો નેગ્રેએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ભારત હોકી ફેડરેશનની સ્થાપના નહીં કરે તો અમે હોકી વર્લ્ડકપ મલેશિયામાં યોજવા તૈયાર છીએ. તેમણે જણાવ્યુ કે અમે પણ હોકી વર્લ્ડકપનું આયોજન ભારતમાં કરવા આતુર છીએ પરંતુ નિયમ અનુસાર હોકી વર્લ્ડકપ તે જ દેશમાં યોજી શકાય જે દેશમાં નિયમિત ફેડરેશન હોય. અને જે ફેડરેશન ભારત પાસે નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કે.પી.એસ ગિલને હ્ટાવ્યા બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનની કામચલાઉ સમિતિ ભારતીય હોકીનું સંચાલન કરી રહ્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati