Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બે જાન્યુઆરીથી રાષ્ટ્રીય બેડમિંટન ચેમ્પિયનશિપ

બે જાન્યુઆરીથી રાષ્ટ્રીય બેડમિંટન ચેમ્પિયનશિપ

ભાષા

ગૌહાટી , ગુરુવાર, 31 ડિસેમ્બર 2009 (20:07 IST)
ત્રણ ચરણોમાં યોજાનારી 74મી સીનિયર રાષ્ટ્રીય બૈડમિંટન ચૈમ્પિયનશિપ બે જાન્યુઆરીથી અહીં શરૂ થશે. અસમ બેડમિંટન સંઘના અધ્યક્ષ અને મંત્રી હિમાંતા બિસ્વા શર્માએ આજે અહીં પત્રકારોને જણાવ્યું કે, '500 થી વધુ ખેલાડી અને અધિકારી તેમાં ભાગ લેશે જે 10 જાન્યુઆરી સુધી ચાલશે.

આ ચેમ્પિયનશિપનું આયોજન ત્રણ ચરણોમાં કરવામાં આવશે જેમાં ક્વાલીફાઈંગ રાઉન્ડ બે અને ત્રણ જાન્યુઆરીના રોજ યોજાશે. આંતરરાજ્યીય અને આંતર ક્ષેત્રીય રાઉન્ડ ચાર અને સાત જાન્યુઆરી સુધી તથા સીનિયર રાષ્ટ્રીય બેડમિંટન ટૂર્નામેન્ટ છ થી 10 જાન્યુઆરી વચ્ચે યોજાશે.

તેમણે કહ્યું કે, પુરૂષ અને મહિલા વિજેતાને કુલ સવા છ લાખની ઈનામી રકમ સિવાય મારૂતી સુજુકી એ સ્ટાર કાર ઈનામના ભાગરૂપે આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati