Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફેડરર ટોક્યો અને શંઘાઈ માસ્ટર્સથી ખસ્યા

ફેડરર ટોક્યો અને શંઘાઈ માસ્ટર્સથી ખસ્યા

ભાષા

લંડન , શનિવાર, 26 સપ્ટેમ્બર 2009 (15:01 IST)
સતત ટેનિસ રમવાને લીધે ખરાબ રીતે થાકી ચુકેલ વિશ્વના ટોચના પુરૂષ ખેલાડી રોજર ફેડરરે આગામી મહિને ટોક્યો ઓપન અને શંઘાઈ માસ્ટર્સ ટેનિસ ટુર્નામેંટમાંથી પોતાનું નામ પાછું લઈ લીધું છે.

ફેડરરે પોતાની વેબસાઈટ પર રજુ કરેલ એક નિવેદનમાં કહ્યું કે, શંઘાઈ અને ટોક્યોમાં થનારી પ્રતિસ્પર્ધાથી પોતાનું નામ પાછુ લેવાને કારણે હું નિરાશ છું. આ બંને સ્થળ મારા પસંદગીના છે અને આ બંને જગ્યાએથી ટેનિસ પ્રેમીઓએ મને ખુબ જ પ્રેમ આપ્યો છે.

તેમણે કહ્યું કે, મે બંને પ્રતિસ્પર્ધામાંથી ખસવાનો નિર્ણય ટીમ અને ડોક્ટરો પાસેથી સલાહ લીધા બાદ કર્યો છે. ટોચના ખેલાડીએ જણાવ્યું હતું કે, આ વર્ષે સતત ટેનિસને લીધે તેઓ થાકી ગયાં છે અને આગળના પડકારનો સામનો કરવા માટે શરીરને આરામ આપવાની ખાસ જરૂરત છે.

Share this Story:

Follow Webdunia gujarati