Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટેનિસ ખેલાડી રમવા તૈયાર

ટેનિસ ખેલાડી રમવા તૈયાર
નવી દિલ્લી , શનિવાર, 21 ઑગસ્ટ 2010 (13:15 IST)
N.D
ચુકવણી વિવાદને લઈને ચાલી રહેલ વિવાદ ખતમ કરતા ભારતીય ટેનિસ ખેલાડીઓએ શનિવારે રમત મંત્રાલય તરફથી આશ્વાસન મળ્યા પછી કહ્યુ કે તેઓ ડેવિસ કપ અને રાષ્ટ્રમંડળ રમતોમાં દેશનુ પ્રતિનિધિત્વ કરશે.

લિયેંડર પેસ, મહેશ ભૂપતિ, સોમદેવ દેવવર્મન અને રોહન બોપન્નાએ એટાને લખેલ સંયુક્ત પત્રમાં ધમકી આપી હતી કે રાષ્ટ્રમંડળ રમતની તૈયારીઓને માટે તેમની બાકી રકમ ન મળવા પર તેઓ રમતમાં ભાગ નહી લે.

તેમણે કહ્યુ કે અમે એંટાને પત્ર લખીને ચિંતા બતાવી હતી કે અમને છેલ્લા દોઢ વર્ષમાં થયેલ ખર્ચની ચુકવણી નથી મળી. ખેલાડીઓએ કહ્યુ કે અમે એંટામાં આ દરમિયાન જુદા-જુદા લોકોને બિલ જમા કર્યુ.

એંટાએ અમને ભારતીય ટીમના સદસ્ય પસંદ કર્યા છે તો તેણે નક્કી કરવુ જોઈએ કે તે પોતાનુ વચન પુરૂ કરે. ખેલાડીઓએ કહ્યુ કે અમે તમામ અટકળોને પૂરી કરતા એ ખાતરી આપવા માંગીએ છીએ કે બ્રાઝીલના વિરુદ્ધ ચેન્નઈમ સપ્ટેમ્બરમાં થનારી ડેવિસ કપ હરીફાઈમાં રમીશુ.

તેમણે કહ્યુ કે જ્યા સુધી રાષ્ટ્રમંડળ રમતોનો પ્રશ્ન છે તો રાહુલ ભટનાગરે વ્યક્તિગત રીતે અમને કહ્યુ છે કે એંટા તરફથી બધા બિલ મળ્યા પછી ચુકવણીને લઈને કોઈ મુશ્કેલી નહી પડે. તેમણે કહ્યુ કે આ મુદ્દો ખેલાડીઓ અને મહાસંઘ વચ્ચેનો હતો.

આ ખૂબ જ નિરાશાજનક છે કે એંટા અને અમારી વચ્ચેની વાતચીત એંટા કાર્યાલય સાથે મીડિયાએ ઉજાગર કરી દીધી. ખેલાડીઓએ કહ્યુ કે અમે આ મુદ્દો મીડિયામાં ઉછાળવા નહોતા માંગતા. અમને આશા છે કે યોય્ગ ચિંતાઓ પર મહાસંઘ પારદર્શી રીતે મોડુ કર્યા વગર વિચાર કરશે.

Share this Story:

Follow Webdunia gujarati