Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરતી પર સૌથી ભાગ્યશાળી છોકરી

શોએબની સાદગીએ પ્રભાવિત કરી - સાનિયા

ઘરતી પર સૌથી ભાગ્યશાળી છોકરી
ઈસ્લામાબાદ. , સોમવાર, 20 ડિસેમ્બર 2010 (12:03 IST)
N.D
પાકિસ્તાનમાં ભારતીય 'વહુ' સાનિયા મિર્જા ક્રિકેટર શોએબ મલિકના રૂપમાં પોતાના 'સપનઓનો રાજકુમાર' મળવા પર પોતાના ભાગ્યને ધન્યવાદ આપતા નથી થાકતી.

શોએબ સાથે લગ્ન કરવાનો નિર્ણય કરીને ઘણાનુ દિલ તોડનારી સાનિયા પોતાના લગ્નના નવ મહિના પછી ખુદને 'ધરતીની સૌથી ભાગ્યશાળી છોકરી' સમજે છે. સાનિયા આ ઉપરાંત શોએબના વખાણ કરતા થાકતી નથી.

દુબઈમાં પોતાની પ્રથમ ટેનિસ મેચ જીતવાના થોડા સમય પછી સાનિયાએ 'ધ ન્યૂઝ'ને કહ્યુ, 'શોએબની સાદગીએ મને ખૂબ પ્રભાવિત કરી. આજે તે પણ એવો જ માણસ છે જેવો લગ્ન પહેલા હતો.' તેણે કહ્યુ કે આ દરમિયાન પણ શોએબ તેને પ્રોત્સાહન આપવા હાજર હતો.

સાનિયાએ કહ્યુ, 'મને મારા સપનાનો રાજકુમાર મળી ગયો. મેં એક ખૂબ જ સારા માણસ સાથે લગ્ન કર્યા છે. જે એક સારો ક્રિકેટર પણ છે, અને આના કારણે બંને દેશ નિકટ આવ્યા છે. અસલમાં આ બે સભ્યતાઓનુ મિલન છે.'

Share this Story:

Follow Webdunia gujarati