Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતનો ખેલાડી ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવશે તો સરકાર પાંચ કરોડ આપશે

ગુજરાતનો ખેલાડી ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવશે તો સરકાર પાંચ કરોડ આપશે
, સોમવાર, 11 ઑગસ્ટ 2014 (12:03 IST)
રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતના રમતવીરોને પ્રોત્સાહન આપવા કરોડોના ઈનામોની જાહેરાત કરી છે. વિવિધ રમતોમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને રાજ્ય સરકાર પ્રોત્સાહનરૂપે આ ઈનામો આપશે. 
 
રાજ્યમાં રમત-ગમતને અને રમતવીરોને પ્રોત્સાહન આપવા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. જેમાં રમતવીરો માટે પચ્ચીસ હજારથી લઇ પાંચ કરોડ સુધીના ઇનામો જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરાત અનુસાર ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર રમતવીરને પાંચ કરોડ, સિલ્વર મેડલ મેળવનારને 3 કરોડ અને બ્રોન્ઝ મેડલ મેળવનારને 2 કરોડ રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવશે. 
 
એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનારને 2 કરોડ, સિલ્વર મેડલ મેળવનારને 1 કરોડ અને બ્રોન્ઝ મેડલ જીતનારને 50 લાખ ઇનામ આપવામાં આવશે. .આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લાવનારને 1 કરોડ,સિલ્વર મેડલ જીતનારને 50 લાખ અને બ્રોન્ઝ મેડલ મેળવનારને 25 લાખ ઇનામ આપવામાં આવશે.. આ ઉપરાંત નેશનલ ગેમ્સ અને સિનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડીને રૂપિયા 3 લાખ, સિલ્વર મેડલ મેળવનારને 2 લાખ અને બ્રોન્ઝ મેડલ મેળવનારને રૂપિયા 1 લાખ ઇનામ તરીકે આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે હાલના વડાપ્રધાન નરેદ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પણ રમતગમતને અને રમતવીરોને પ્રોત્સાહન આપવાને પ્રાધાન્ય આપ્યું હતું. આ માટે ખેલ-મહાકુંભની શરૂઆત પણ તેમના શાસનકાળમાંજ થઇ હતી. આનંદી પટેલે પણ આ પરંપરાને આગળ વધારતા રમતવીરોનો ઉત્સાહ વધારવા આ પ્રોત્સાહનરૂપ પગલું લીધું છે.  
 
 
ઓલિમ્પિક ગેમ્સ  
 
મેડલ            ઇનામ  
ગોલ્ડ             5 કરોડ 
સિલ્વર            3 કરોડ  
બ્રોન્ઝ              2 કરોડ  
 
એશિયન ગેમ્સ   
 
મેડલ           ઇનામ  
 
ગોલ્ડ          2 કરોડ  
સિલ્વર        1 કરોડ 
બ્રોન્{          50 લાખ 
 
 
કોમનવેલ્થ ગેમ્સ   
 
મેડલ         ઇનામ  
 
ગોલ્ડ        1 કરોડ  
સિલ્વર      50 લાખ 
બ્રોન્{        25 લાખ  
 
નેશનલ ગેમ્સ   
 
મેડલ        ઇનામ  
ગોલ્ડ       3 લાખ 
સિલ્વર     2 લાખ 
બ્રોન્ઝ      1 લાખ 

Share this Story:

Follow Webdunia gujarati