Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓપનમાં ટકરાશે વિલિયમ્સ બહેનો !

ઓપનમાં ટકરાશે વિલિયમ્સ બહેનો !

ભાષા

દુબઇ , ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2009 (18:39 IST)
અમેરિકાની સ્ટાર ખેલાડી સેરેના વિલિયમ્સે અહી દુબઈ ઓપન ટેનિસ ટૂર્નામેંટમાં ચીનની ઝેંગ જીને 6.4,6.2થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો.

વિશ્વની નંબર વન અમેરિકન ખેલાડી અંતિમ આઠમાં પહોચવાના સાત કલાક પહેલા તેની મોટી બહેન વીનસ વિલિયમ્સ પણ ક્વાર્ટરફાઈનલમાં સ્થાન બનાવવામાં સફળ રહી હતી. જેનાથે હવે બંન્ને એક બીજા સામે ટકરાવવામાં માત્ર એક મેચ દૂર છે.

સેરેનાને ઘુંટણની સમસ્યાના કારણે પાછલા અઠવાડીએ પેરિસ ઓપનના સેમીફાઈનથી હટવું પડ્યુ હતું. હવે તેમની ટક્કર ફ્રેંચ ઓપન ચેમ્પિયન અન્ના ઈવાનોવિચ સાથે થશે જેમણે ફ્રાંસની કૈમિલી પિનને 6.2, 7.6થી માત આપી હતી.

આ પહેલા વિમ્બલડન ચેમ્પિયન વીનસે 19 વર્ષીય એલિજે કોર્નેટને 6.3, 6.1થી માત આપી હતી. વીનસની ટક્કર ઓલિમ્પિક ચેમ્પિયન રૂસની એલિના દેમેંતીવા સાથે થશે.

Share this Story:

Follow Webdunia gujarati