Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આઈઓસીનો સુશીલ અને મેરીકોમ સાથે કરાર

આઈઓસીનો સુશીલ અને મેરીકોમ સાથે કરાર

ભાષા

નવી દિલ્હી , ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2009 (12:11 IST)
રમત રત્ન પુરસ્કાર વિજેતા અને ચાર વખતની વિશ્વ ચેમ્પિયન મુક્કેબાજ એમસી મેરીકોમ તથા બેઈજિંગ ઓલિમ્પિકના કાસ્ય પદક વિજેતા પહેલવાન સુશીલ કુમાર સાથે રમત સંચાલન કંપની ઈનફિનિટી ઓપ્ટિમલ સોલ્યૂશંસે આગામી ચાર વર્ષ માટે કરાર કર્યો છે.

કરાર અનુસાર કંપની મેરીકૉમ અને સુશીલની જાહેરાતો, મીડિયા ગતિવિધિઓ, મીડિયા અધિકારો અને બ્રાંડ સંચાલનમાં સહયોગ કરશે. કંપની વર્ષ 2005 થી જ બેઈજિંગ ઓલિમ્પિકના કાસ્ય પદક વિજેતા મુક્કેબાજ અને રમત રત્ન પુરસ્કાર વિજેતા વિજેન્દર સિંહના રમત સંચાલનની જવાબદારી સંભાળી રહી છે.

મેરીકોમે કરાર પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, એક જ સપ્તાહમાં બે કંપનીઓ સાથે કરાર કરવાથી હું ખુશ છું. ગોલ્ડ ક્વેસ્ટ ખેલાડીઓને પ્રશિક્ષણમાં મદદ કરે છે જ્યારે આઈઓએસ મેરે વ્યાવસાયિક હિતના સાધનોમાં કામ આવશે.

મને લાગે છે તેનાથી મારી વર્ષ 2012 લંડન ઓલિમ્પિકમાં સ્વર્ણ પદક જીતવાનું સપનું પૂર્ણ થવામાં મદદ મળશે. બીજી તરફ સુશીલે પણ એક યાદીમાં જણાવ્યું છે કે, એક કોમર્શિયલ કંપની સાથે જોડાવાથી હું ખુબ જ ખુશ છું.

Share this Story:

Follow Webdunia gujarati