Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતે બેલ્જિયમને 4-0 થી હરાવ્યું

ભારતે બેલ્જિયમને 4-0 થી હરાવ્યું

ભાષા

સિંગાપુર , મંગળવાર, 16 જૂન 2009 (11:39 IST)
ભારતે ગોલની પોતાની ભૂખ કાયમ રાખતા એફઆઈએચ જૂનિયર પુરુષ હાકી વિશ્વ કપમાં અહીં ગ્રુપ-જી માં બેલ્જિયમને 4-0 થી હરાવ્યું.

ભારત તરફથી કપ્તાન દિવાકર રામ [25 મી મિનટ], મોહમ્મદ આમિર ખાન [27 મી], વિક્ટો સિંહ [40 મી મિનટ] જયકરણે 59 મી મિનિટે ગોલ ફટકાર્યા. ભારત સતત બે જીતથી પૂલ-જી માં છ અંક લઈને ટોપ પર છે તેનો આગામી મૂકાબલો પૂલના અંતિમ મેચમાં બુધવારે ઈંગ્લેન્ડ સાથે થશે.

ભારતીયોંએ સતત બીજા દિવસે નિયંત્રિત રમત દેખાડી તથા સટીક પાસ અને જવાબી હુમલાનું લાજવાબ પ્રદર્શન કર્યું. ભારતે જો કે શરૂઆતમાં ગોલ કરવાના ત્રણ મૌકા ગુમાવ્યાં. ફોરવર્ડ મંદીપ અંટિલ, વિક્ટો અને દાનિશ મુસ્તબા ત્યારે બેલ્જિયમના રક્ષકોના થકાવવામાં નિષ્ફળ રહ્યાં. ભારતીય ટીમે અંતે 25 મી મિનટમાં ખાતુ ખોલાવ્યું. ત્યારે દિવાકરનો શક્તિશાળી ડ્રેગ ફ્લિક ગોળીની જેમ ગોલમાં ગયો અને બેલ્જિયમના ગોલકીપર જેરેમી ગુકાસોફ મૂક દર્શકની જેમ ઉભા રહ્યાં. બે મિનિટ બાદ આમિર ખાને મુસ્તબાના ક્રોસને ડિફલેફ્ટ કરીને ભારતની લીડ 2-0 કરી દીધી.

ત્યાર બાદ વિક્ટોસિંહ જયકરણના સ્થાને મેદાનમાં ઉતર્યા. આ મણિપુરી ખેલાડી બાદમાં વિપક્ષીઓ પર તેજ હુમલા કરવાનું શરૂ કરી દીધું. બીજા હાફના શરૂ થયા બાદ 40 મી મિનિટમાં અંતિલે બેસલાઈનથી વિક્ટોને પાસ કરાવ્યો જેને કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર વિક્ટોએ ગોલમાં પહોંચાડી દીધો 59 મી મિનિટે જયકરણે ડાબી તરફ કોર્નરથી મળેલા પાસને વિપક્ષી ગોલકીપરને છકાવતા ગોલમાં પહોંચાડ્યો અને ભારતની લીડ 4-0 કરી દીધી.

Share this Story:

Follow Webdunia gujarati