Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુરૂ તેગબહાદુરજીનું બલિદાન

ગુરૂ તેગબહાદુરજીનું બલિદાન
N.D

ઈ.સ. 1675ની વાત છે કે જ્યારે ભારત પર ઔરંગજેબનું શાસન હતું. તે વખતે મુગલો હિન્દુઓને બળજબરીપૂર્વક મુસલમાન બનવા માટે મજબુર કરતાં હતાં અને જો તેઓ મુસલમાન ધર્મનો અંગિકાર કરવાની મનાઈ કરે તો તેમની પર ઝુલ્મ કરવામાં આવતાં હતાં. આવા સમયે કાશ્મીરના પંડિતોએ આ ધર્મને સ્વીકારવાની મનાઈ કરી દિધી અને તેઓ બાદમાં ગભરાઈ ગયાં.

ત્યાર બાદ તેઓ તેગબહાદુરજીની પાસે આનંદપુર સાહેબ આવ્યાં અને તેમણે પોતાની આખી વાત તેમની સમક્ષ રજુ કરી. તેગબહાદુરજીએ આ બાબતે વિચાર કર્યો કે જો આમને કોઈ પણ રસ્તો નહી દેખાડવામાં આવે તો તેઓ ધર્મનો ત્યાર કરી દેશે અથવા તો માર્યા જશે. તેથી તેગબહાદુરજીએ તેમને એક રસ્તો સુજાડ્યો કે તમારા માથેથી આ સંકટ ત્યારે જ ટળશે જ્યારે તમારામાંથી કોઈ મહાન આત્મા આન એ માટે પોતાનું બલિદન આપશે.

તેમની આ બધી વાતો તેમનો 9 વર્ષનો પુત્ર સાંભળી રહ્યો હતો તેણે કહ્યું કે પિતાજી આ દુનિયામાં તમારાથી પવિત્ર આત્મા કોણ હોઈ શકે? તેગબહાદુરજી પોતાના પુત્રને મુખેથી આ વાત જ સાંભળવા માંગતા હતાં. તેમણે કાશ્મીરના પંડિતોને કહ્યું કે જાઓ દિલ્હીમાં સંદેશ પહોચાડી દો કે જો ગુરૂ તેગબહાદુરજી ધર્મ પરિવર્તન કરવા માટે તૈયાર થઈ જશે તો અમે બધા જ હિન્દુઓ ધર્મ પરિવર્તન કરી દઈશું.

ત્યાર બાદ તેગબહાદુરજીએ કહ્યું કે મારી દિલ્હી પહોચવાની તૈયારી કરવામાં આવે કેમકે દિલ્હીથી મારા માટે સંદેશ આવે તે પહેલાં જ હુ દિલ્હી પહોચવા માંગુ છું. ત્યાર બાદ તેઓ તેમની સંગત સાથે નીકળી પડ્યાં. તેમણે રસ્તામાં બધાને સંદેશ આપ્યો કે કોઈથી પણ ડરશો નહિ અને કોઈને ડરાવશો નહિ. જ્યારે તેઓ દિલ્હી પહોચ્યા ત્યારે તેમને કેદ કરી લેવામાં આવ્યા.

તેમની પર બધી જ પ્રકારના ઝુલ્મ કરવામાં આવ્યાં જેથી કરીને તેઓ મુસલમાન ધર્મનો સ્વીકર કરી લે. જ્યારે તેઓ કોઈ પણ વાતે મન્યા નહિ ત્યારે તેમની સામે શિખ સેવાદારમાંથી ભાઈ મતીદાસને આરાથી ચીરીને બે ભાગ કરી દેવાયા ત્યાર બાદ ભાઈ દયાલના શરીરની આસપાસ રૂ બાંધીને તેમને સળગાવી દેવામાં આવ્યાં છતાં પણ તેઓ માન્યા નહિ તો ભાઈ દયાલને ઉકળતા ઘડાની અંદર બેસાડીને શહીદ કરી દેવામાં આવ્યાં અને અંતે જ્યારે તેઓ કોઈ પણ વાતે ન ઝુક્યા તો તેમને એક વૃક્ષની નીચે બેસાડીને તેમનું માથુ તલવારથી અલગ કરી દેવામાં આવ્યું.

Share this Story:

Follow Webdunia gujarati