Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આનંદપુર સાહેબ ગુરૂદ્વારા

webdunia
W.D
ભારતમાં પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાં સૌથી પહેલુ સ્થળ છે આનંદપુર સાહિબ ગુરૂદ્વારા. શીખ ધર્મના લોકોમાં આ ગુરૂદ્વારા જાગૃત છે. એવી માન્યતા છે કે અહીંયા માથુ નમાવવાથી શ્રદ્ધાળુના મનની બધી જ ઈચ્છાઓ પુર્ણ થઈ જાય છે. આ ગુરૂદ્વારા પંજાબના ઉત્તર-દક્ષિણ વિસ્તારમાં ચંડીગઢથી 80 કિલોમીટર દૂર આવેલ છે.

ઈ.સ. 1664માં શ્રી ગુરૂ તેગ બહાદુરે માકહોવાલના પ્રાચીન વિસ્તારમાં આનંદપુર સાહિબ ગુરૂદ્વારા બનાવડાવ્યું હતું. ગુરૂ ગોવિંદ સિંહે આ સ્થળ પર 25 વર્ષ આનંદપુરમાં પસાર કર્યા છે.

ઈ.સ. 1936-1944માં તખ્ત કેસરગઢ સાહિબ બનાવવામાં આવ્યું. સ્થાનીક લોકોનું માનવું છે કે તખ્ત સાહિબમાં પ્રાચીન શસ્ત્ર મળી આવ્યાં છે. તખ્ત સાહિબના વાસ્તુશિલ્પમાં એક મોટો ભવન નિર્મિત કરવામાં આવ્યો છે તેમજ ઈમારતની સામે એક સુંદર વાટિકા છે.

ગુરૂદ્વારાના દર્શન કરવા માટે ભટિંડાથી લઈને બર્મિંઘમ સુધીના રહેવાસીઓ આવે છે. માર્ચ મહિનામાં હોલા મોહલ્લા તેમજ વૈશાખના મહિનામાં કેટલાયે લોકો આ તહેવારની ઉજવણી કરવા માટે અહીંયા આવે છે.

એપ્રિલ મહિનામાં વૈશાખનો તહેવાર ખુબ જ ધામધુમ અને ખુશીઓ સાથે ઉજવવામાં આવે છે. હોલા મહોલ્લા તહેવાર દસમા ગુરૂ ગોવિંદ સિંહજીએ ઉજવ્યો હતો. આ તહેવાર વખતે હજારો શ્રદ્ધાળુઓ અહીંયા એકઠા થાય છે. રંગ બેરંગી ગુલાલની રમતમાં મન ભાવ વિભોર બની જાય છે.

ઈ.સ. 1999માં ઉજવવામાં આવેલ વૈશાખ પર ખાલસા પંથના 300 વર્ષ પુર્ણ થયા હતાં. પંજાબના પ્રસિદ્ધ નૃત્ય-સંગીતથી તહેવારની શરૂઆત થાય છે.

અન્ય પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળ છે

સેંટ્રલ કિલ્લો શ્રી આનંદગઢ સાહિબ, લોહગઢ કિલ્લો, ફતેહગઢ કિલ્લો તેમજ તારાગઢ કિલ્લો.

રેલ :- દિલ્હી-ઉના હિમાચલ એક્સપ્રેસ રેલ છે જે દિલ્હીથી સીધી આનંદપુર પહોચે છે.

હાવડા-કાલકા રેલ તેમજ શતાબ્દી એક્સપ્રેસથી ચંડીગઢ પહોચી શકાય છે.

ઘણી બસો દિલ્હી, ચંડીગઢથી લઈને આનંદપુર સાહેબ સુધી જાય છે. જે બસ હિમાચલ પ્રદેશના ઉના ક્ષેત્ર સુધી જ જાય છે તે બસ આનંદપુર થઈને પસાર થાય છે.

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati