Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shravan 2021-સૂતેલું ભાગ્ય જગાડવા માટે આ શ્રાવણ તમારી રાશિના મુજબ જ કરવુ શિવની પૂજા

Shravan 2021-સૂતેલું ભાગ્ય જગાડવા માટે આ શ્રાવણ તમારી રાશિના મુજબ જ કરવુ શિવની પૂજા
, બુધવાર, 4 ઑગસ્ટ 2021 (17:22 IST)
સનાતન પરંપરામાં પૂજાતા બધા દેવી-દેવતાઓમાં ભગવાન શિવ સૌથી જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે. જેની સાધના-આરાધના માટે શ્રાવણ મહિના સૌથી ઉત્તમ ગણાય છે. કોરોના સમયમાં આ વખતે શ્રાવણના મહીના (shravan 2021) ની શરૂઆત 25 જુલાઈ 2021થી શરૂ થઈ રહ્યો છે અને 22 ઓગસ્ટ 2021 સુધી ચાલશે.
 
ભગવાન શિવ ખૂબજ ભોળા અને સરળ છે ખૂબજ સરળ વિધિથી કરતી પૂજાથી પ્રસન્ન થઈ જાય છે. ભોળા ભંડારીની પૂજા જે ભાવથી કરે છે તેવુ જ ફળ મળે છે. તેથી દરેક શિવભક્ત આ પવિત્ર મહિનામાં બાબાની ભક્તિમાં ડૂબીને તેની કૃપાને મેળવી લે છે. જો તમે પણ આ શ્રાવણ ભગવાન શિવનો આશીર્વાદ મેળવવા ઈચ્છો છો તો ભોળાબાબાને તેમની રાશિ મુજબ પૂજા કરવી ન ભૂલવું. તો આવો જાણીએ 12 રાશિઓથી સંકળાયેલા જાતકોને ભગવાન શિવને કઈ વિધિથી પૂજા કરવી જોઈએ.  
 
મેષ- મેષ રાશિના જાતકોને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર બિલ્વપત્ર પર સફેદ ચંદનથી શ્રીરામ લખીને અર્પિત કરવો જોઈએ. આવુ કરવાથી પહેલા શિવલિંગને ગંગાજળ ચઢાવવુ ન ભૂલવું. 
 
વૃષ- ભગવાન શિવની કૃપા મેળવવા માટે વૃષ રાશિના જાતકોને ખાસ રૂપથી દૂધ -દહીં અને ખાંડનો પ્રયોગ કરવો જોઈએ. સૌથી પહેલા શિવલિંગ પર દહીંથી અભિષેક કરવો પછી જળ ચઢાવવું. ત્યારબાદ ખાંડથી 
 
અભિષેક કરવો અને પછી જળ ચઢાવવું. ત્યારબાદ દૂધથી અભિષેક કરવુ પછી જળ ચઢાવીને સફેદ ચંદનથી તિલક લગાવો અને શ્રદ્ધા ભાવથી શિવ મંત્રનો જાપ કરવું.
 
મિથુન- મિથુન રાશિના જાતકોને ભગવાન શિવની કૃપા મેળવવા માટે શિવલિંગને મધથી અભિષેક કરવો જોઈએ. આ ઉપાયને કરવાથી ન માત્ર શિવની કૃપા મળશે અને આર્થિક સમસ્યાઓ દૂર થશે. 
 
કર્ક- કર્ક રાશિના જાતક આ શ્રાવણ મહીનામાં શિવલિંગ પર દૂધ દહી ગંગાજળ અને શાકરથી અભિષેક કરવો જોઈએ. સુખ-સમૃદ્ધિ અને સંપન્નતા મેળવવા માટે કર્ક રાશિના જાતકોને આ ઉપાય જરૂર કરવો જોઈએ. 
 
સિંહ- સિંહ રાશિના શિવ સાધક ભગવાન શિવની કૃપા મેળવવા માટે શુદ્ધ ઘીથી અભિષેક કરવો જોઈએ. આ પૂજનથી તેમના જીવનમાં આવી રહી આર્થિક સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે. 
 
કન્યા- કન્યા રાશિના જાતકને ભગવાન શંકરનો આશીર્વાદ મેળવવા માટે શિવલિંગ પર ચઢાવવા માટે દૂધ, ઘી અને મધનો ખાસ રૂપથી પ્રયોગ કરવો જોઈએ.  
 
તુલા- તુલા રાશિના જાતકોને શ્રાવણ મહીનામાં દહીં અને શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. 
વૃશ્ચિક- ભગવાન ભોળાનાથનો આશીર્વાદ મેળવવા માટે વૃશ્ચિક રાશિના જાતકોને ગંગાજળ અને દૂધમાં ખાંડ મિક્સ કરી શિવલિંગ પર અર્પિત કરવો જોઈએ. ત્યારબાદ શિવલિંગ પર લાલ ચંદનથી તિલક જરૂર લગાવવુ. 
 
ધનુ- ભગવાન શંકરની કૃપા મેળવવા માટે ધનુ રાશિના જાતકોને કાચા દૂધની સાથે કેસર, ગોળ, હળદર મિક્સ કરી અભિષેક કરવો જોઈએ. શુભ ફળોની પ્રાપ્તિ માટે પૂજામાં પીળા ફૂલનો પ્રયોગ કરવું. 
 
મકર- મકર રાશિના જાતકોએ શિવકૃપા મેળવવા માટે ઘી, મધ, દહીં અને બદામના તેલથી શિવલિંગનો પૂજન કરવો જોઈએ. ત્યારબાદ નારિયળનો જળ અર્પિત કરવુ અને બ્લૂ રંગના ફૂળ ચઢાવવું. 
 
કુંભ- કુંભ રાશિના જાતકોને શ્રાવણ મહીનામાં ઘી, મધ, દહીં અને બદામના તેલથી અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ નારિયેળનો જળ અર્પિત કરવુ અને  બ્લૂ રંગના ફૂળ ચઢાવ્યા પછી સરસવના તેલથી તિલક કરવુ અને પછી રોલીથી તિલક લગાવો. 
 
મીન- મીન રાશિના જાતકોને શ્રાવણ મહિનામાં ભગવાન શિવને કાચા દૂધ, કેસર અને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. અભિષેક પછી શિવલિંગને હળદર અને કેસરથી તિલક કરવું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ કારણે પૂજા પાઠ વખતે વગાડવામાં આવે છે ઘંટ