Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shiv Vahan Nandi: દરેક મનોકામનાને ભગવાન શિવ સુધી પહોંચાડે છે નંદી પણ આ નિયમ જરૂર જાણી લો

nandi
, ગુરુવાર, 28 જુલાઈ 2022 (00:10 IST)
એવી માન્યતા છે કે નંદીના કાનમાં તમારી ઈચ્છા બોલવાથી જરૂરી પૂર્ણ હોય છે. તેથી નંદીના કાનમાં કઈક કહેતા પહેલા આ વાતની કાળજી રાખવી. 
 
Shiv Vahan Nandi: દરેક મંદિરમાં જોઈ શકાય છે કે ભગવાન શિવની સામે જ તેમના વાહન નંદીની મૂર્તિની સ્થાપિત હોય છે. જે રીતે ભગવાન શિવના દર્શન અને પૂજન નો મહત્વ છે. તે જ રીતે નંદીના દર્શન પણ જરૂરી હોય છે. કહેવાય છે કે જો તમારી મનોકામના નંદીના કાનમા કહીએ તો તે ભગવાન શિવ સુધી જરૂર પહોંચે છે. 
શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ પણ છે પોતે ભગવાન શિવજીએ નંદીને આ વરદાન આપ્યુ હતુ કે જે તારા કામમાં આવીને તેમની મનોકામના કહેશે તે વ્યક્તિની બધી ઈચ્છાઓ  જરૂર પૂર્ણ થશે. 
 
ગ્રંથોના મુજબ શિવજીને હમેશા તેમની તપસ્યામાં ધ્યાનમા રહેતા હતા અને તેમની તપસ્યામા કોઈ અવરોધ ન થાય તેથી નંદી હમેશા શિવજીની સેવામાં રહેતા હતા. તેથી જે 
 
પણ ભક્ત શિવજીના દર્શન માટે આવતા હતા, તે નંદીના કાનમાં તેમની મનોકામના બોલીને જતો રહેતો હતો નંદીના કાનથી વાત શિવજી સુધી જતી હતી. તેથી લોકો મંદિરમાં શિવજીના કાનમાં તેમની મનોકામના બોલે છે. જો તમે નંદીના કાનમાં કઈક કહો છો તો જાણી લોકો કે નંદીના કાનમા% તમારી સમસ્યા કે મનોકામના કહેવાના કેટલાક નિયમ હોય છે. તેમનો પાલન કરવો ખૂબ જરૂરી હોય છે. 
 
- કોઈ પણ મનોકામના કહેતા પહેલા નંદીની પૂજા જરૂર કરવી. 
- નંદીના કાનમાં તમારી મનોકામના કહેતા સમયે આ વાતની કાળજી રાખવી કે તમારી બોલી વાત કોઈ બીજુ ન સાંભળે. તમારી વાત આટકી ધીમેથી કહો કે પાસે ઉભેલા વ્યક્તિને પણ તે વાતની ખબર ના પડે. 
- તમારી વાત નંદીના કોઈ પણ કાનમાં કહી શકાય છે. પણ ડાબા કાનમાં કહેવાનો વધારે મહત્વ છે. 
- તમારી વાત કહેતા સમયે તમારી હોંઠને તમારા બન્ને હાથથી ઢાંકી લોકો જેથી કોઈ વ્યક્તિ તે વાતને કહેતા તમને જોઈ ના શકે. 
- નંદીના કાનમાં ક્યારે પણ કોઈ બીજાની બુરાઈ, બીજા વ્યક્તિનો ખરાબ કરવાની વાત ન કહેવી. 
- નંદીને તમારી મનોકામના બોલ્યા પછી તેમની સામે કોઈ વસ્તુ પણ ભેંટ કરવી. જેમ કે ફળ, ધન કે પ્રસાદ. 
- મનોકામના બોલતા પછી બોલવુ કે નંદી મહારાજ અમારી મનોકામના પૂરી કરશો. 
- જો તમે આવુ કરો છો તો તમારી મનોકામના ભગવાન શિવ સુધી પહોંચી જશે અને તેનો ફળ તમને તરત જ મળશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dashama Vrat 2022 - દશામા વ્રત ક્યારે છે