Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hariyali Teej 2022: જો નથી રાખી રહ્યા હરિયાળી ત્રીજનો વ્રત તો જરૂર કરી લો આ કામ જાણી લો આ જરૂરી નિયમ

Hariyali Teej 2022: જો નથી રાખી રહ્યા હરિયાળી ત્રીજનો વ્રત તો જરૂર કરી લો આ કામ જાણી લો આ જરૂરી નિયમ
, રવિવાર, 31 જુલાઈ 2022 (00:41 IST)
Hariyali Teej Vrat 2022: હિંદુ ધર્મમાં આવનારા દરેક વ્રત અને તહેવારનો ખાસ મહત્વ છે. શ્રાવણના પવિત્ર મહીનામાં આવતા બધા વ્રત ખૂબ ખાસ હોય છે. શ્રાવણના શુક્લ પક્ષની તૃતીયા તિથિને હરિયાળી ત્રીજનો પર્વ ઉજવાય છે. આ દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજીની પૂજાનો વિધાન છે. આ દિવસે સુહાગન 
મહિલાઓ પતિની લાંબી ઉમ્ર અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે વ્રત રાખે છે. તેમજ કુંવારી કન્યાઓ મનવાંછિત વરની પ્રાપ્તિ માટે વ્રત રાખે છે. 
 
જણાવીએ કે આ વખરે હરિયાળી ત્રીજનો વ્રત 31 જુલાઈ રવિવારે પડી રહ્યો છે. આ દિવસે આખો દિવસ વ્રત રાખીને મહિલાઓ પતિની લાંબી ઉમ્ર અને સારા સ્વાસ્થ્યની કામના 
 
કરે છે. આ દિવસે જો તમે પણ પ્રથમવાર વ્રત રાખી રહ્યા છો તો જાણી લો કે તીજનો વ્રતહી સંકળાયેલા જરૂરી નિયમ. આ નિયમોના પાલનથી જ વ્રત સ્વીકાર થાય છે અને 
 
વ્રતનો પૂર્ણ ફળ મળે છે. 
 
હરિયાળી ત્રીજ પર રાખવુ આ નિયમોનો ધ્યાન 
- હરિયાળી ત્રીજનો વ્રત રાખવાથી પહેલા વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો જોઈએ. કહેવામાં આવે છે કે સંકલ્પ લીધા પછી વ્રત પારણ થવા સુધી જળ ગ્રહન નહી કરાય છે. 
 
તીજનો વ્રત નિર્જલા કરાય છે. 
 
- હરિયાળી ત્રીજના દિવસે લીલા રંગનો ખાસ મહત્વ હોય છે. કહીએ છે કે લીલો રંગ અખંડ સૌભાગ્યનો પ્રતીક હોવાની સાથે શિવનો પ્રિય રંગ છે. તેથી તીજના દિવસે લીલા 
 
રંગાના કપડા, બંગડીઓ, ચાંદલો અને બીજી સામગ્રીનો પ્રયોગ કરે છે. 
 
- ત્રીજ માતા એટલે કે માતા પાર્વતીની પૂજા કરતા સમયે તેણે 16 શ્રૃંગારની વસ્તુઓ જેમ કે મેહંદી, મહાવર કંકુ, સિદૂર, ચુનરી, સાડી, ઝવેરાત, ફૂલા માલા વગેરે અર્પિત 
 
કરાય છે. 
 
- જ્યોતિષશાસ્ત્રના મુજબ ત્રીજની પૂજા પછી સાસુના પગે લાગીને આશીર્વાદ લેવો અને તેણે સુહાગની સામગ્રી ભેંટ આપવી. 
- હરિયાળી ત્રીજ વ્રત પતિની લાંબી ઉમ્ર માટે રખાય છે. તેથી આજના દિવસે પતિથી કોઈ વાત પર ઝગડો ન કરવો. સાથે જ પતિ પણ આ વાતની ખાસ કાળજી રાખવી. 
 
- જો તમે આરોગ્યના કારણે હરિયાળી ત્રીજનો વ્રત નથી રાખી શકો છો તો આ દિવસે મારા પાર્વતીની આગળ હાથ જોડીને તમારી સમસ્યાઓ જણાવતા પૂજા કરવી અને 
 
તેમનાથી અખંડ સૌભાગ્યનો આશીર્વાસ આપવાની પ્રાર્થના કરવી. 
 
- આ દિવસે માતા પાર્વાતીની સાથે ભગવાન શિવ અને ગણેશજીની પણ પૂજા કરવી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોમનાથ મંદિરની પૌરાણિક કથા ચંદ્રદેવ સાથે જોડાયેલી છે, રાવણે ચાંદીનું અને કૃષ્ણે ચંદન વડે બનાવ્યું હતું સોમનાથ મંદિર