Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Savan - શ્રાવણમાં ઘરે લઈ આવો આ 5 વસ્તુઓ.. થશે શિવની કૃપા

Savan - શ્રાવણમાં ઘરે લઈ આવો આ 5 વસ્તુઓ.. થશે શિવની કૃપા
, સોમવાર, 31 જુલાઈ 2017 (10:33 IST)
જુલાઈ મતલબ હિંદુ પંચાગમાં શ્રાવણ માસ તરીકે ઓળખાતો શિવનો પવિત્ર મહિનો. શ્રાવણ મહિનામાં શિવની પૂજા અને આરાધના કરવામાં આવે છે. આ ભગવાન શિવને સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. તેથી આ મહિનો ખૂબ ખાસ માનવામાં આવે છે. 
 
શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા અને શિવલિંગનો રૂદ્રાભિષેક કરવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે. આ ઉપરાંત એક બીજી ખાસ વાત એ છે કે જો રૂદ્રાભિષેક તમે શ્રાવણના મહિનામાં કરો તો તમારુ ઘર સુખ સમૃદ્ધિથી ભર્યુ રહેશે. 
 
એવુ માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં કેટલીક વિશેષ વસ્તુઓ લાવવાથી ભગવાન શિવનો આશીર્વાદ કાયમ રહે છે. આવો જાણીએ એ મુખ્ય પાંચ વસ્તુઓ વિશે જે શ્રાવણમાં તમને શિવનો આશીર્વાદ અપાવી શકે છે. 
 
 
 
રૂદ્રાક્ષની માળા - વાસ્તુ મુજબ રૂદ્રાક્ષની માળાને ઘરમાં મુકવાથી અને તેનો જાપ કરવાથી શિવનો સદૈવ સાથ રહે છે. એવુ માનવામાં આવે છે કે રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુઓથી થઈ હતી. રૂદ્રાક્ષની માળાને ઘરના મુખ્ય રૂમમાં મુકો 
 
ભસ્મ - જો તમે શિવની કૃપા મેળવવા માંગો છો અને તેમનો સાથ ઈચ્છો છો તો તેમની મૂર્તિ સાથે ભસ્મ જરૂર મુકો. આ ભસ્મ  બહારની નકારાત્મક શક્તિઓથી પણ તમારી રક્ષા કરશે. 
 
ગંગાજળ - શ્રાવણના મહિનામાં તમારા ઘરમાં ગંગાજળ જરૂર મુકો. એવુ માનવામાં આવે છે કે ભગવાન શિવે ગંગાને પોતાના મસ્તક પર સ્થાન આપ્યુ છે.  જો તમે તેને તમારા ઘરમાં સ્થાન આપો છો તો તેનાથી ભગવાન શિવ પ્રસન્ન રહે છે. આપ ગંગાજળને તમારા ઘરના રસોઈઘરમાં તાંબાના લોટામાં મુકો.. 
 
ત્રિશૂળ - જો તમે તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરવા માંગો છો તો ભગવાન શિવના તાંબાના ત્રિશૂળને તમારા ઘરના હોલમાં મુકો.. 
 
તાંબાનો લોટો - તમારા ઘરમાં તાંબાના લોટામાં પાણી ભરીને તેને એ સ્થાન પર મુકો જ્યા સૌથી વધુ લોકો બેસે છે.  તેનાથી ઘરના લોકો વચ્ચે પરસ્પર સંબંધો વધુ મજબૂત રહે છે. 
 
નંદી - શિવના વાહક તરીકે ઓળખાતા નંદીની મૂર્તિ ઘરમાં લાવવી સૌથી શુભ માનવામાં આવે છે. તેથી ઘરમાં ચાંદી કે તાંબાના બનેલા નંદી લાવીને તિજોરીમાં મુકવો જોઈએ. 
 
ડમરુ - ભગવાન શિવ સાથે તેમનો ડમરૂ હંમેશા રહે છે. એવુ માનવામાં આવે છે કે ડમરૂ પોતાના બુલંદ અવાજથી દુર્ગુણોને દૂર કરે છે. તેને ઘરે લાવીને રૂમમાં મુકવુ જોઈએ અને આને ઘરમાં મુકવાથી કોઈપણ પ્રકારનો ભય રહેતો નથી.. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Video 16 Somvar Vrat Katha - સોળ સોમવારની વાર્તા જુઓ વીડિયો દ્વારા