Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યાં સમુદ્ર પણ ખારાશ છોડી મીઠા પાણીથી શિવલિંગ પર જલાભિષેક કરે છે

જ્યાં સમુદ્ર પણ ખારાશ છોડી મીઠા પાણીથી શિવલિંગ પર જલાભિષેક કરે છે
, બુધવાર, 30 જુલાઈ 2014 (12:11 IST)
પાવનકારી શ્રાવણ માસના પ્રારંભ સાથે ચારેકોર શિવભક્તિમય માહોલ છવાયો છે ત્યારે દીવના દરિયાકિનારે આવેલું એક શિવાલય શિવભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પ્રાચીન પ્રસિદ્ધ ગંગેશ્ર્વર મહાદેવમાં પાંડવોએ પાંચ શિવલિંગ સ્થાપિત ર્ક્યા હતા અને અહીં સમુદ્રદેવ જાતે પાંચેય શિવલિંગ પર જલાભિષેક કરે છે. નવાઇની વાત એ છે કે, આ ધર્મસ્થાન નજીક દરિયાદેવ પોતાની ખારાઇ છોડી આસ્થાનું માન જાળવતા હોય એમ પાણી ખારું નહીં પણ મીઠું હોય છે. દીવનાં કુદમ પાસે આવેલા પ્રાચીન ગંગેશ્ર્વર મહાદેવ ખાતે શ્રાવણના પ્રારંભ સાથે શિવભક્તોનો માનવ મહેરામણ ઊમટી પડે છે. અહીં રોજ અનેક ભાવિકો પંચ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અરબી સમુદ્રના તટે આવેલ સંઘ પ્રદેશ દીવના કુદમ ગામ નજીક પાંચ પાંડવો દ્વારા પાંચ શિવલિંગ સ્થાપિત ગંગેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલું છે. પાંચ શિવલિંગ નજીક એક ખાડો છે જેમાં જ્યારે સમુદ્રનું પાણી પરત ચાલ્યું જાય છે ત્યારે આ ખાડામાંથી મીઠું પાણી પીવા માટે મળી રહે છે. જેને ભાવિકો ચમત્કાર જ માને છે. અહીંયા દર્શને આવતા દેશ-વિદેશનાં પર્યટકો એક અલગ પ્રકારનાં ભાવની અનુભૂતિ કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati