Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

।।ॐ अर्यमा न त्रिप्य्ताम इदं तिलोदकं तस्मै स्वधा नमः।...ॐ मृत्योर्मा अमृतं गमय।।


 
P.R
પિતરોમાં અર્યમા શ્રેષ્ઠ છે. અર્યમા પિતરોના દેવ છે. અર્યમાંને પ્રણામ. પિતા, પિતામહ અને પપિતામહ છે. માતા, માતામહ અને પમાતામહ તમને પણ વારંવાર પ્રણામ. આપ અમોને મૃત્યુથી અમૃતની તરફ લઈ ચાલો.

પિતરો માટે શ્રદ્ધાથી કરવામાં આવેલ મુક્તિ કર્મને શ્રાદ્ધ કહે છે અને તૃપ કરવાની ક્રિયા અને દેવતાઓ, ઋષિઓ કે પિતરોને ચોખા કે તલ મિશ્વિત જળ અર્પણ કરવાની ર્કિયાન તર્પણ કહે છે. તર્પણ કરવુ જ પિંડદાન કરવુ છે. શ્રાદ્ધ પક્ષનુ મહાત્મય ઉત્તર અને ઉત્તર-પૂર્વ ભારતમાં વધુ છે. તમિલનાડુમાં અમાવસાઈ, કેરલમાં કરિકડા બાબુબલી અને મહારાષ્ટ્રમાં આને પિતૃ પંઘરવડા નામથી ઓળખે છે.

હે અગ્નિ, અમારા શ્રેષ્ઠ સનાતન યજ્ઞને સંપન્ન કરનારા પિતરોના જેવા દેહાંત થવા પર શ્રેષ્ઠ એશ્વર્યવાળા સ્વર્ગને પ્રાપ્ત કર્યુ છે એવા જ યજ્ઞોમાં આ ઋચાઓનું પઠન કરતા સમસ્ત સાઘનોથી યજ્ઞ કરતા અમે પણ એ જ એશ્વર્યવાન સ્વર્ગને પ્રાપ્ત કરીએ - યજુવેદ

 
webdunia
શ્રાદ્ધ અને તર્પણનો અર્થ : 

સત્ય અને શ્રદ્ધાથી કરવામાં આવેલ કર્મ શ્રાદ્ધ અને જે કર્મથી માતા-પિતા અને આચાર્ય તૃપ્ત થાય એ તર્પણ છે. વેદોમાં શ્રાદ્ધને પિતૃયજ્ઞ કહેવામાં આવે છે. આ શ્રાદ્ધ-તર્પણ આપણા પૂર્વજો, માતા,પિતા અને આચાર્યના પ્રત્યે સન્માનનો ભાવ છે. આ પિતૃયજ્ઞ સંપન્ન થાય છે સંતાનોત્પતિ અને સંતાનની યોગ્ય શિક્ષા-દીક્ષાથી. આનાથી જ 'પિતૃ-ઋણ' પણ ચુકતે થાય છે.

વેદાનુસાર યજ્ઞ પાંચ પ્રકારના હોય છે. 1. બ્રહ્મ યજ્ઞ 2. દેવ યજ્ઞ 3. પિતૃયજ્ઞ 4. વૈશ્વદેવ યજ્ઞ 5. અતિથિ યજ્ઞ. આ પાંચ યજ્ઞોને પુરાણો અને અન્ય ગ્રંથોમાં વિસ્તારપૂર્વક આપવામાં આવ્યા ક હ્હે. આ પાંચ યજ્ઞમાંથી જ એક યજ્ઞ છે પિતૃયજ્ઞ. જેને પુરાણમાં શ્રાદ્ધ કર્મની સંજ્ઞા આપવામાં આવી છે.

શ્રાદ્ધ કર્મનો સમય : પિતૃયજ્ઞ કે શ્રાદ્ધકર્મને માટે અશ્વિન મહિનાનો કૃષ્ણપક્ષ જ નક્કી કરવામાં આવ્યો છે. સૂર્ય કે કન્યા રાશિમાં રહેતા સમયે અશ્વિન કૃષ્ણ પક્ષ પિત્તર પક્ષ કહેવાય છે. જે આ પક્ષ અને દેહ ત્યાગની તિથિ પર પોતાના પિતરોનુ શ્રાદ્ધ કરે છે એ શ્રાદ્ધથી પિતર તૃપ્થ થઈ જાય છે.

કન્યા રાશિમાં સૂર્ય રહેવા પર પણ જ્યારે શ્રાદ્ધ નથી થતુ તો પિતર તુલા રાશિના સૂર્ય સુધી સમગ્ર કારતક માસમાં શ્રાદ્ધની રાહ જુએ છે અને ત્યારે પણ જો ન થાય તો સૂર્યદેવના વૃશ્ચિક રાશિ પર આવતા પિતર નિરાશ થઈને પોતાના સ્થાન પર પરત ફરે છે.

શ્રાદ્ધ કર્મના પ્રકાર : નિત્ય, નૈમિત્તિક, કાંસ્ય, વૃદ્ધિ, પાર્વણ, સંઘિંડન, ગોષ્ઠ, શુદ્ધિ, કર્માંગ, દૈવિક, યાત્રા અને પુષ્ટિ.

તર્પણ કર્મના પ્રકાર : પુરાણોમાં તર્પણને છ ભાગોમાં વિભક્ત કરવામાં આવે છે. 1. દેવ તર્પણ, 2. ઋષિ-તર્પણ, 3. દિવ્ય માનવ તર્પણ, 4. દિવ્ય પિતૃ તર્પણ, 4. યમ-તર્મણ, 6. મનુષ્ય-પિતૃ-તર્પણ.

શ્રાદ્ધના નિયમ : શ્રાદ્ધ પક્ષમાં વ્યસન અને માંસાહાર સંપૂર્ણ રીતે વર્જિત માનવામાં અવે છે. પૂર્ણત: પવિત્ર રહીને જ શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે. રાત્રે શ્રાદ્ધ નથી કરવામાં આવક્તુ. શ્રાદ્ધનો સમય બપોરે સાઢા બાર વાગ્યાથી એક વાગ્યાની વચ્ચે યોગ્ય માનવામાં આવે છે. કાગડા, કૂતરાં અને ગાયો માટે પણ અન્નનો અંશ કાઢે છે કારણ કે આ બધા જીવ યમના ખૂબ નિકટ છે.

શ્રાદ્ધ કર્મનો લાભ : ।।श्रद्धया दीयते यस्मात् तच्छादम्।।

ભાવાર્થ : શ્રદ્ધાથી શ્રેષ્ઠ સંતાન, આયુ, આરોગ્ય, અતુલ, એશ્વર્ય અને ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે.

વ્યાખ્યા : વેદોના મુજબ આનાથી પિતૃઋણ ચુકવી શકાય છે. પુરાણો મુજબ શ્રદ્ધાયુક્ત થઈને શ્રાદ્ધકર્મ કરવાથી પિતૃગણ જ તૃપ્ત નથી થતા, પણ બ્રહ્મા, ઈન્દ્ર, રુદ્ર, બંને અશ્વિની કુમાર, સૂર્ય, અગ્નિ, અષ્ટવસુ, વાયુ, વિશ્વેદેવ, ઋષિ, મનુષ્ય, પશુ-પક્ષી અને સરીસૃપ વગેરે સમસ્ત ભૂત પ્રાણી પણ તૃપ્ત થાય છે. સંતુષ્ટ થઈને પિતર મનુષ્યોને માટે આયુ, પુત્ર, યશ,સ્વર્ગ, કીર્તિ,પુષ્ટિ, બળ, વૈભવ, પશુ, સુખ, ધન અને ધાન્ય આપે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આપ જાણો છો ગણેશ પ્રતિમાનું વિસર્જન કેમ કરવામાં આવે છે ?