દુનિયાભરના મુખ્ય શેર બજારોમાં લેવાલી સમર્થન મળવાને કારણે સકારાત્મક વલણ જોવા મળી રહ્યુ છે.
ભારતીય શેર બજારના બોમ્બે સ્ટોક એક્સચેંજનો સેંસેક્સ 383 અંક વધીને ખુલ્યો.
સેંસેક્સ 386.26 અંક વધીને 17,244 પર ખુલ્હો, સેસેક્સ 323 અંક અપ્ર 17,181 પર વેપાર કરી રહ્યુ છે. અગાઉના સત્રમાં સેંસેક્સ 132 અંકોના ઘટાડા સાથે 16,857 પર જ્યારે કે નિફ્ટી 45.65 અંક ઘટીને 5072.65 પર બંધ થયો હતો. બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 123.7 અંક વધીને 5,196 પર ખુલ્યો. નિફ્ટી 101ના ઉછાળા સાથે 5173.85 પર વેપાર કરી રહ્યુ છે.
બજારમાં સકારાત્મક વલણને કારણ ફેડરલ રિઝર્વનુ નિવેદન રહ્યુ. જેણે જાહેરાત કરી કે તેઓ વ્યાજ દર આગામી બે વર્ષ માટે 0 ટકા પર રાખશે.
ઉલ્લેખનીય છે કે એસએંડપી દ્વારા અમેરિકાની રેટિંગ ઘટાડ્યા પછી ગઈકાલનુ સત્ર દુનિયાભરના શેર બજાર માટે મોટો ઘટાડો લાવ્યુ હતુ. બીજી બાજુ કોસ્પી 4.22 ટાક, નિક્કી 2 ટકાના વધારા સાથે વેપાર કરી રહ્યુ છે.