Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક્ઝિટ પોલમાં મોદીની જીતથી શેર માર્કેટ નવી ઊંચાઈઓ પર

એક્ઝિટ પોલમાં મોદીની જીતથી શેર માર્કેટ નવી ઊંચાઈઓ પર
મુંબઈ , મંગળવાર, 13 મે 2014 (10:26 IST)
. એક્ઝિટ પોલના પરિણામોમાં એનડીએને બહુમતના સમાચાર પછી શેર માર્કેટમાં જોરદાર ઉછાળો આવ્યો છે. મુંબઈ શેર બજારનો સૂચકાંક આજે શરૂઆતી વેપારમાં 370.91 અંક વધીને 23,921.91 અંકના નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો. જ્યારે કે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 50 પણ 7,116.20 અંકની નવી ઊંચાઈઓ પર પહોંચ્યો. 
 
બીજી બાજુ સોમવારે મુખ્ય સૂચંકાંક સેંસેક્સ 556.77 અંકોની તેજી સાથે 23,551.00 પર અને નિફ્ટી 155.45 અંકોની તેજી સાથે 7,014.25 પર બંધ થયો હતો. 
 
સોમવારે મુંબઈ સ્ટોક એક્સચેંજના 30 શેર પર આધારિક સંવેદી સૂચકનક સેંસેક્સ 36.88 અંકોની તેજી સાથે 23,031.11  પર ખુલ્યો હતો અને 556.77 અંક મતલબ 2.42 ટકા તેજી સાથે 23,551.00 પર બંધ થઈ ગયો હતો. આખો દિવસન વેપારમાં સેંસેક્સે 23,572.88ના ઉપરી અને 23,008.65ના નીચલા સ્તરને અડ્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati