Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉત્તરાયણ તો અમદાવાદની જ - NRI

અમેરિકા-લંડનમાં માહોલ, વાતાવરણ પતંગ મહોત્સવનું નથી - ગુજરાતી એનઆરઆઇ

ઉત્તરાયણ તો અમદાવાદની જ - NRI

એજન્સી

PRP.R

લંડન-અમ્‍ોરિકામાં માહોલ, વાતાવરણ, મકાનોની બાંધણી પૈકી એક પણ બાબત પતંગ ચગાવવા યોગ્‍ય નથી હોતોઃ એન્‍ાઆરઆઈ ગુજરાતી યુવકોનું મંતવ્‍ય છે. પતંગોત્‍સવ દુનિયાનો જૂનામાં જૂનો ઉત્‍સવ છે. ખાસ કરીને એશિયામાં ચીન, જાપાન અને ભારતમાં જુદાજુદા સમયે પતંગોના પેચ લડાવવાનો આનંદ લેવાય છે. લંડન કે અમેરિકા જઈને વસેલા ભારતીય અને તેમાંય ખાસ કરીને ગુજજુ યુવક-યુવતીઓને થેપલાં-ઢોકળાં, વતનની મીટ્ટી અને ગરબાની સાથે સાથે જો બીજુ કશું ખાસ યાદ આવતું હોય તો તે છે, ઉત્તરાયણ... સાતથી દસ હજાર ડોલરનો ખર્ચોપાડીને પણ બે-ત્રણ વર્ષે એક વાર અમદાવાદમાં ઉત્તરાયણ કરવા આવતા ધેલા એનઆરઆઈ ગુજરાતીઓ પણ છાતી ઠોકીને કહે છે ભાઈ ઉત્તરાયણ તો અમદાવાદની જ. આવા ગુજરાતીઓને વતનની ઉત્તરાયણ ઉજવીને જંગ જીત્‍યાની લાગણી અનુભવાતી હોય છે.
webdunia
PRP.R

આ અંગે જણાવતાં તાજેતરમાં જ લંડનના લેસ્‍ટરથી અમદાવાદ આવેલા કપિલ હિરપરા કહે છે કે, લંડન હોય કે અમેરિકા, ત્‍યાં વસતા ગુજરાતીઓ ત્‍યાં દિવાળી, નવરાત્રિ, હોળી-ધૂળેટી જેવા તહેવારો ઉજવે છે પરંતુ તેમાં ‘ભારતમાં ઉત્‍સવ ઉજવતા હોઇએ તેવી મજાતો નથી જ આવતી. વધુમાં તે ઉમેરે છે કે, ત્‍યાં અમે કેટલાક ઉત્‍સવો ઉજવીએ છીએ. પરંતુ ઉત્તરાયણ ઉજવી શકતા નથી. તે માટે તો અમદાવાદ જ આવવું પડે !

તો વળી આવો જ કાંઈક સૂર અમેરિકાના હ્યુસ્‍ટનથી આવેલા જીગ્નેશ પટેલના પણ છે. તે કહે છે કે, અમારે ત્‍યાં ગ્રેટર હ્યુસ્‍ટન ગુજરાતી સમાજ ઉત્તરાયણની ઉજવણીનો કાર્યક્રમ યોજે છે. પરંતુ તેમાં ભાગ્‍યે જ લોકો ભાગ લે. લગભગ ફલોપ શો જ લાગે. આ વાતમાં ઉમેરો કરતાં અમેરિકા લેસ્‍ટરથી આવેલા હેમંત અમીન કહે છે કે ત્‍યાં અગાશી પર જઇ પતંગ ચગાવી શકય નથી. કારણ કે મકાનોની બાંધણી જ ઉત્તરાયણ કરવાને યોગ્‍ય હોતી નથી. બીજું જાન્‍યુઆરીમાં ત્‍યાં માઇનેસ ડિગ્રીમાં ટેમ્‍પેરેચર હોય. આવી કડકડતી ઠંડીમાં કોઇ પતંગ ચગાવવા મેદાન પર પણ જાય નહીં. આ સરચાઇ સ્‍વીકારી અમે લોકો સમય મળે ઉત્તરાયણ કરવા ભારત તેમાંય વતન અમદાવાદ આવીએ છીએ. પરદેશથી આવેલા ત્રણે અમદાવાદવાસીઓનું કહેવું છે કે ઉત્તરાયણ તો અમદાવાદની જ. આ ઉત્તરાયણની મજા લૂંટવા અમે અઠવાડિયું-દસ દિવસ અહીં આવીએ છીએ. જેની પાછળ 7000 ડોલરથી 10,000 ડોલરનો ખર્ચો થાય છે. પરંતુ તે ખર્ચ ગૌણ લાગે.
webdunia
PRP.R

કપિલ હિરપરા બે વર્ષ બાદ, જીગ્નેશ પટેલ સાત વર્ષ બાદ અને હેમંત અમીન આઠ વર્ષ બાદ ઉત્તરાયણ કરવા આવ્‍યા છે. કપિલે તો ઉત્તરાયણ કરવા પોતાની રજાઓ વધારી છે. કપિલ હિરપરા આઇટી ડિગ્રી ધરાવે છે. જીગ્નેશ કમ્‍પ્‍યૂટર એન્‍જિનિયર છે. જયારે હેમંત અમીન બી.કોમ છે. આ ત્રણે યુવાનો અમદાવાદ છોડી પરદેશ ગયા ત્‍યાં સુધી દર વર્ષ્‍ો ઉત્તરાયણની મજા લૂંટતા હતા. કપિલ તો સુરતના ભગવાનદાસનો દોરો લઇ આવ્‍યો છે. આ ત્રણે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન એકવાર શહેરમાં બાજવાડા, ઘડિયાળી પોળ કે રાવપુરામાં જઇ ઉત્તરાયણ કરશે.

કપિલ કહે છે કે લેસ્‍ટરમાં કોઇ ઉત્તરાયણ કરતું નથી. જીગ્નેશ કહે છે કે અમારે ન્‍યૂ જર્સીમાં જાન્‍યુઆરીમાં માઇનસ ડિગ્રીમાં ટેમ્‍પરેચર હોય છે. બહાર મેદાનમાં જઇ પતંગ ન ઉડાડાય ત્‍યારે અજય કહે છે કે હ્યુસ્‍ટનમાં છૂટા છવાયા લોકો પતંગ ચગાવે. પરંતુ ઉત્તરાયણ જેવું વાતાવરણ તો લાગે જ નહીં. આ સરચાઇ ઘ્‍યાનમાં રાખી અમે ઉત્તરાયણ કરવા અમદાવાદ આવ્‍યા છીએ. ઉત્તરાયણ તો વતન અમદાવાદની જ આવી મજા વિશ્વમાં બીજે કયાંય મળે નહીં.

Share this Story:

Follow Webdunia gujarati