Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શંખનાદ શા માટે કરવામાં આવે છે ?

શંખનાદ શા માટે  કરવામાં આવે છે ?
, ગુરુવાર, 13 જુલાઈ 2017 (05:44 IST)
સમુદ્ર મંથનના સમયે મળેલ ચૌદ રત્નામાંથી એક શંખની ઉત્પતિ છઠ્ઠા નંબરે થઈ. શંખમાં પણ અદભુત ગુણ છે. જે બીજા તેર રત્નોમાં છે. એના નાદમાંથી  ઓઁમ અર્થાત ૐ શબ્દ નિકળે છે. આથી શંખ વગાડતી વખતે  ૐનો નાદ જ્યાં સુધી જાય છે ત્યાં સુધીની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. વૈજ્ઞાનિક પણ આ વાતને સ્વીકારતા કહે છે કે  શંખ નાદથી વાયુમંડળના ખૂબ નાના વિષાણુ નષ્ટ થઈ જાય છે, જે માનવ જીવન માટે ઘાતક હોય છે. 
 
વૈદિક માન્યતામાં શંખને વગાડવું ખાસ લાભદાયક ગણાય છે. શુભ કાર્ય કરતી  વખતે શંખનાદથી શુભતાનો ખૂબ સંચાર થાય છે. જ્યાં સુધી શંખનો  અવાજ જાય છે, સાંભળનારા ઈશ્વરનું  સ્મરણ થઈ જાય છે. 
 
સ્વાસ્થયની નજરે શંખ વગાડવું લાભદાયક છે. શંખનાદ એ નવી ઘોષણાનું પ્રતીક છે, તો સાથે શ્વાસ સંબંધિત રોગોને પણ તે સમાપ્ત કરે છે. શંખનાદથી નીકળનાર 'ઓમ'નો મહાનાદ માનસિક રોગોની નિવૃત્તિ કરીને કુંડલિની ઉર્જાને જાગ્રત કરે છે. જેના કારણે બહિકૃભંક પ્રાણાયામની પ્રક્રિયા શરૂ થાય છે. શંખનાદથી આસપાસના વાતાવરણની શુદ્ધિ થાય છે. આજનો  સૌથી ઘાતક રોગ હૃદયઘાત, બ્લ્ડપ્રેશર શ્વાસ સાથે સંબંધિત રોગ મંદાગ્નિ વગેરેના પીડિત દ્વારા  શંખ વગાડવું પરમ શુભ ગણાય છે. એના વાદનથી ઘરના બહારની અસુર શક્તિયો અંદર નથી આવતી. ઘરમાં શંખ રાખવા અને વગાડવાથી વાસ્તુ દોષ ખત્મ થઈ જાય છે.  શંખનો નાદ શુભ અને સતોગુણી ક્રિયાશક્તિનો વ્યક્તિની અંદર સંચાર કરે છે. વાણી સંબંધી વિકાર પણ શંખનાદથી દૂર થાય છે, તેવું તો પ્રયોગોમાં પણ સાબિત થયું છે. શંખને પૂજાઘરમાં જ રાખવામાં આવે છે, અને પૂજા સિવાય તેને પીળા કપડાંની અંદર રાખવામા આવે છે.

જો કે શંખથી ભગવાન પર પાણી ન ચઢાવવું જોઈએ. પૂજામાં રાખતી વખતે શંખનું મોંઢુ હંમેશા આપણી તરફ રાખવું જોઈએ. કેટલીક પ્રથાઓ પ્રમાણે એવું પણ કહેવાય છે કે શંખનાદ ગર્ભવતી સ્ત્રીઓએ ન કરવો જોઈએ, કારણ કે શંખના ધ્વનિથી અવયવો પર દબાણ થતું હોવાથી ગર્ભને નુકશાન થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેદારનાથ અને બદ્રીનાથ સાથે સંકળાયેલી આ વાતો જાણો છો