Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દુનિયા બનાવનાર બ્રહ્માજીની પૂજા શા માટે નથી કરવામાં આવતી ?

દુનિયા બનાવનાર  બ્રહ્માજીની પૂજા શા માટે નથી કરવામાં આવતી ?
, રવિવાર, 16 જુલાઈ 2017 (10:51 IST)
તમે બધા ત્રિમૂર્તિ વિશે તો સાંભળ્યું હશે જ . બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ આ દુનિયાના સૌથી તાકતવર ભગવાન છે. હિન્દુ ધર્મમાં વિષ્ણુ અને શિવની તો પૂજા થતા તમે જોઈ હશે. પણ શું તમે ક્યારે વિચાર્યુ  છે કે બ્રહ્માજીની પૂજા શા માટે નથી કરવામાં આવતી. 
જ્યારે કે બ્રહ્માએ તો આખુ વિશ્વ બનાવ્યુ  છે. જેટલા પણ જીવ જંતુ છે બધા બ્રહ્માથી ઉત્પન્ન થયા છે . બ્રહ્મા બુદ્ધિના દેવતા છે અને ચારે વેદ બ્રહ્માના માથામાંથી ઉત્પન્ન  થયા છે. આટલું બધુ થયા છતા પણ બ્રહ્માની પૂજા નથી થતી. આવો જાણીએ શુ છે કારણ ... 
 

શિવે આપ્યો શ્રાપ 
 
એક વાર બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે વિવાદ થઈ ગયો  કે બન્નેમાંથી શ્રેષ્ઠ કોણ છે. બ્રહ્માજી સૃષ્ટિના રચયિતા હોવાના કારણે શ્રેષ્ઠ હોવાનો દાવો  કરી રહ્યા હતા અને ભગવાન આખી સૃષ્ટિના પાલનકર્તાના રૂપમાં પોતાને શ્રેષ્ઠ કહી રહ્યા હતા. ત્યારે ત્યાં એક વિરાટ લિંગ પ્રકટ થયું. બન્ને દેવતાઓએ સહમતિ થી એ નક્કી કર્યુ  કે જે આ લિંગના ખૂણા વિશે પહેલા જાણ કરશે એ જ શ્રેષ્ઠ ગણાશે . 
webdunia
આથી બન્ને વિપરીત દિશામાં ખૂણો શોધવા ગયા. ખૂણો ન મળવાના કારણે વિષ્ણુજી પરત આવી ગયા. બ્રહ્માજી પણ સફળ  ન થયા પરંતુ એમણે આવીને વિષ્ણુજીને કહ્યું કે એ ખૂણા સુધી પહોંચી ગયા અને એમને કેતકીના ફૂલને એનું સાક્ષી તરીકે ઓળખાવ્યુ.  
 
બ્રહ્માજીના અસત્ય પર  શિવજી પોતે ત્યાં પ્રકટ થયા અને એમણે બ્રહ્માજીનું  એક માથું કાપી  નાખ્યુ અને કેતકીના ફૂલને શ્રાપ આપ્યો કે  કયારે પણ કેતકીના ફૂલોના ઉપયોગ પૂજા માટે નહી થાય. અને બ્રહ્માજીની પૂજા નહી થાય . 

સરસ્વતીનો  શ્રાપ   
webdunia
એક કથા મુજબ બ્રહ્માજીએ  આખી સૃષ્ટિ નિર્માણ પછી દેવી સરસ્વતીને બનાવ્યા.સરસ્વતીને બનાવ્યા પછી બ્રહ્માજી એમની ખૂબસૂરતીથી મોહિત થઈ ગયા. સરસ્વતી બ્રહ્માજી સાથે શારીરિક સંબંધ બનાવવા નહોતી  ઈચ્છતી આથી એને પોતાનું રૂપ બદલી લીધું . પણ બ્રહ્માએ હાર ન માની. અંતે સરસ્વતીએ ગુસ્સામાં આવીને બ્રહ્માજીને શ્રાપ આપી દીધો કે વિશ્વનું  નિર્માણ કર્યુ  હોવા છતાંય એમની પૂજા નહી કરવામાં આવે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શનિવારે ઘરે ન લાવવી જોઈએ આ 10 વસ્તુઓ... (See Video)