Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

ઘરના બારણા પર આંબાના પાન લગાવવા શુભ છે કે અશુભ, લગાવતા પહેલા જરૂર જાણી લો આ વાત

આંબાના પાન
, શુક્રવાર, 22 જૂન 2018 (05:40 IST)
ઘરના શણગારની વાત હોય કે પછી કોઈ પણ શુભ કામની, ઘરના મુખ્ય દ્વારને હમેશા આંબાના પાનના તોરણ લગાવાય છે. પણ શું તમે જાણો છો આ વૃક્ષના પાનમાં આવું શું છે જે તેને દરેક શુભ કામમાં ઉપયોગ કરાય છે. આવો જાણીએ તેના પાછળનો ધાર્મિક કારણ  
 
જો આંબાના પાનની વાત કરવામાં આવે તો આંબાના પાનને અત્યંત શુભ માનવામાં આવે છે. ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં આંબાના ઝાડને પૂજનીય ગણાય છે. એવું પણ છે કે તેના ફળ સિવાય તેની લાકડી અને પાન પણ ખૂબ લાભકારી અને ગુણકારી હોય છે. હિંદુ ધર્મમાં આંબાના વૃક્ષની લાકડીઓનો ઉપયોગ સમિધાના રૂપમાં 
 
કરાય છે. ગણાય છે કે આ લાકડીને ઘી સાથે સળગાવતા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. તેના વૃક્ષના પાનના તોરણ ઘરના મુખ્ય બારણા પર લટકાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધવાની સાથે મંગળ કાર્ય નિર્વિધ્ન પૂરા થઈ જાય છે. 
ધાર્મિક માન્યતા અનુસાર કેરીને હનુમાનજીનું પ્રિય ફળ માનવામાં આવે છે. તેથી જ્યાં પણ  કેરી અથવા કેરીના પાન હોય છે ત્યાં હનુમાનજીની વિશેષ કૃપા વરસે છે.
 
એવું માનવું છે કે આંબાની લાકડી, ઘી,  હવન સામગ્રી વગેરેના હવનમાં ઉપયોગ કરવાથી વાતાવરણમાં સકારાત્મકતા વધે છે. 
ઘરના પ્રવેશદ્વાર પર આંબાના પાનનો તોરણ લટકાવવાથી ઘરમાં પ્રવેશ કરતાં દરેક માણસ સાથે સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે. 
 
તે સિવાય એવું પણ માનવું છે કે બહારથી આવતી હવા જ્યારે પણ આ પાનનો સ્પર્શ કરીને ઘરમાં પ્રવેશે છે તો સાથે સરાકાત્મક કણોને પણ સાથે લાવે છે. 
 
આંબાના પાનથી ટકરાવીને ઘરમાં આવતી હવા ઘરમાં સુખ-સમૃદ્ધિ  લાવે છે. કંકસ દૂર થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ વધવાની સાથે મંગળ કાર્ય વગર વિધ્ન પૂરા થઈ જાય છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભગવાનની આરતીમાં છે સંપૂર્ણ સાયંસ, ઘરમાં 4 રીતે થાય છે ફાયદા