Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો Kashi Vishwanath વિશે અકલ્પનીય અને અવિશ્વનીય 11 વાતો

જાણો  Kashi Vishwanath  વિશે અકલ્પનીય અને અવિશ્વનીય 11 વાતો
, ગુરુવાર, 22 જૂન 2017 (16:45 IST)
વારાણસીમાં દ્વાદશ જ્યોતિલિંગમાં પ્રમુખ કાશી વિશ્વનાથના દરબારમાં આસ્થાના જન સેલાવ ઉમડે છે. અહીં વામરૂપમાં સ્થપિત બાબા વિશ્વનાથ શક્તિની દેવી મા ભગવતીના સાથે વિરાજે છે. આ અદભુત છે. આવું વિશ્વમાં ક્યાં બીજી જગ્યા જોવા નહી મળે છે. 
1. કાશી વિશ્વનાથ જ્યોતિલિંગને બે ભાગમાં શક્તિ રૂપમાં માતા ભગવતી વિરાજમાન છે. બીજી તરફ ભગવાન શિવ વામ રૂપમાં વિરાજમાન છે. તેથી કાશીને મુક્તિ ક્ષેત્ર કહેવાય છે. 
 
2.દેવી ભગવતીના જમણા બાજુ વિરાજમાન હોવાથી મુક્તિનો માર્ગ માત્ર કાશીમાં જ ખુલે છે. અહીં માણસને મુક્તિ મળે છે અને ફરીથી ગર્ભધારણ નહી કરવુ હોય છે. ભગવાન શિવ પોતે અહીં તારક મંત્ર આપી લોકોને તારે છે. અકાળ મૃત્યુથી મરેલું માણસ વગર શિવ આરાધના મુક્તિ નહી મેળવી શકે. 
 
3. શ્રૃંગારના સમયે બધી મૂર્તિઓ પશ્ચિમ મુખી હોય છે. આ જ્યોતિલિંગમાં શિવ અને શક્તિ બન્ને સાથે વિરાજે છે. જે અદભુત છે. આવું વિશ્વમાં ક્યાં બીજી જગ્યા નહી મળે છે. 
webdunia
4. વિશ્વનાથ દરબારમાં ગર્ભ ગૃહનો શિખર છે. તેમાં ઉપરની તરફ ગુબંદ શ્રી યંત્રથી મંડિત છે. તાંત્રિક સિદ્ધિ માટે આ ઉપયુક્ત સ્થાન છે. તેને શ્રી યંત્ર-તંત્ર સાધનાના માટે મુખ્ય ગણાય છે. 
 
5. બાબા વિશ્વનાથના દરબારમાં તંત્રની દ્ર્ષ્ટિએ ચાર પ્રમુખ દ્વાર આ રીતે છે. 1. શાંતિ દ્વાર 2. કળા દ્વાર 3. પ્રતિષ્ઠા દ્વાર . આ ચાર દ્વારોનો તંત્રામાં જુદાજ સ્થાન છે. આખી દુનિયામાં આવું કોઈ જગ્યા નથી છે જ્યાં શિવશક્તિ એક સાથે વિરાજમાન હોય ચે તંત્ર દ્વાર પણ હોય. 
 
6. બાબાનો જ્યોતિલિંગ ગર્ભગૃહમાં ઈશાનકોણમાં છે. આ ખૂણાનો અર્થ છે કે સંપૂર્ણ વિદ્યા અને દરેક કળાથી પરિપૂર્ણ દરબાર . તંત્રની 10 મહાવિદ્યાઓનો અદભુત દરબાર જ્યાં ભગવાન શંકરનો નામ જ ઈશાન છે. 

 
7. મંદિરનો મુખ્ય દ્વાર દક્ષિણ મુખ પર છે અને બાબા વિશ્વનાથનો મુખ અઘોરની તરફ છે. તેથી મંદિરના મુખ્ય દ્વાર દક્ષિણથી ઉત્તરની તરફ પ્રવેશ કરે છે. તેથી સૌથી પહેલા બાબાના અઘોર રૂપના દર્શન હોય છે. અહીંથી પ્રવેશ કરતા જ પૂર્વ કૃત પાપ-તાપ વિનષ્ટ થઈ જાય છે. 
 
8. ખગોળીય દ્રષ્ટિથી બાબાને ત્રિકંટક વિરાજતે એટલે ત્રિશૂળ પર વિરાજમાન ગણાય છે. મૈદાની ક્ષેત્ર જ્યાં મંદાકિની નદી અને ગૌદોલિયો ક્ષેત્ર જ્યાં ગોદાવરી નદી વહેતી હતી. આ બન્ને વચ્ચેમાં જ્ઞાનવાપીમાં બાબા પોતે વિરાજતા છે. મંદાગિન-ગૌદોલિયાના વચ્ચે જ્ઞાનવાપીથી નીચે છે. 
 
9. બાબા વિશ્વનાથ કાશીમાં ગુરૂ અને રાજાના રૂપમાં વિરાજમાન છે. એ દિવસભર ગુરૂ રૂપમાં કાશીમાં ભ્રમણ કરે છે. રાત્રે 9 વાગ્યે જ્યરે બાબાનો શ્રૃંગાર થાય છે ત્યારે એ રાજ વેશમાં હોય છે. તેથી શિવને રાજરાજેશ્વર પણ કહે છે. 

10. બાબા વિશ્વનાથ અને મા ભગવતી કાશીમાં પ્રતિજ્ઞાબદ્ધ છે. મા ભગવતી અન્નપૂર્ણાના રૂપમાં દરેક કાશીમાં રહેનારનાઓના પેટ ભરે છે. ત્યાં જ બાબા મૃત્યુ પછી તારક મંત્રથી મુક્તિ આપે છે. બાબાને તેથી તાડકેશ્વર પણ કહે છે. 
 
11. બાબા વિશ્વનાથના અઘોર દર્શન માત્રથી જ જન્મ જન્માંતરના પાપ ધુલી જાય છે. શિવરાત્રિમાં બાબા વિશ્વનાથ ઓઘડ રૂપમાં વિચરણ કરે છે. તેથી તેમની  જાનમાં ભૂત,  પ્રેત,  જનાવર,  દેવતા,  પશુ અને પંખી બધા શામેળ હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hindu dharm - જાપમાળા 108 મણકાની જ કેમ ?