Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુક્રવારે કરો આ વિશેષ ઉપાય, માતા લક્ષ્મી થશે પ્રસન્ન

શુક્રવારે કરો આ વિશેષ ઉપાય, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
, ગુરુવાર, 9 મે 2019 (19:00 IST)
આપણે જાણીએ છીએ કે આજકાલની જીંદગી ભાગદોડવાળી બની ગઈ છે... સૌ કોઈ જીવનને વધુ સારી રીતે ગુજારવા કે ભવિષ્યની ચિંતાને લઈને પૈસા કમાવવા પાછળ દોડી રહ્યા છે..  તો આજે તમને બતાવી રહ્યા છે આ જ ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો વિશે.. જેથી તેને અજમાવીને તમે જે પૈસા કમાવી રહ્યા છો તેમા બરકત રહેશે અને તમારી બચત પણ થશે. 
 
શાસ્ત્રોમાં શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીને સમર્પિત માનવામાં આવ્યો છે. ધન મેળવવા માટે લોકોએ દરેક વિધીને અપનાવે છે. ધન મેળવવાની લાલચ રાખે છે. દરેક વ્યક્તિ ધન અને સંપત્તિ મામલે ખુદને બીજા કરતા આગળ જોવા માંગે છે. 
webdunia
ધન લાભ માટે શુક્રવારના દિવસે કરવામાં આવનારો આ શાસ્ત્રીય ઉપાય ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ શાસ્ત્રીય વિધિ ધન લાભ માટે ખૂબ લાભકારી માનવામાં આવે છે. આ શાસ્ત્રીય વિધિમાં એટલી ક્ષમતા છે કે ધન પ્રાપ્તિ સાથે નકામા ખર્ચાથી પણ બચાવે છે. 
 
લક્ષ્મી મંત્ર 
 
શુક્રવારના દિવસે સૌ પહેલા તમારે સવારે ઉઠીને સ્નાન કરવાનુ છે. ત્યારબાદ ઘરના  પૂજા સ્થળ પર શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવી લો. પછી માતા લક્ષ્મીનો  મંત્ર ૐ શ્રીં શ્રીય નમ: નો 108 વાર  જાપ કરવાનો છે. મંત્ર જાપ પછી માતા લક્ષ્મીને ખીર અને સાકરનો ભોગ લગાવો. પછી સાત વર્ષથી ઓછી આયુની કન્યાને ખીર અને મિશ્રીનુ ભોજન કરાવો. 
webdunia
આવુ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારી માટે ધન પ્રાપ્તિના દરવાજા ખોલી નાખે છે. આ કામ તમારે ત્યા સુધી કરવુ જોઈએ જ્યા સુધી તમારી આર્થિક સ્થિતિ મજબૂત ન થઈ જાય. આ ઉપરાંત લક્ષ્મી બીજ મંત્ર "ૐ શ્રી મહાલક્ષ્મ્યૈ ચ વિધ્મહે વિષ્ણુ પત્ન્યૈ ચ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત"   આ મંત્રનો રોજ જાપ કરો.
 
શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ હોય છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે સતત 3 શુક્રવાર સુધી આ ઉપાય કરવો પડશે.  શુક્રવારે સવારે તમે સ્નાન કરીને લાલ કે સફેદ વસ્ત્ર ધારણ કરો. ત્યારબાદ તમારા હાથમાં ચાંદીની અંગૂઠીની વીંટી પહેરીને કોઈ બ્રાહ્મણને દાન કરો. આ શાસ્ત્રીય ઉપાય માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સારો માનવામાં આવ્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ramzan : અલ્લાહ પાસેથી ઈનામ લેવાનો મહીનો