Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રોજ સવારે તમારી રાશિ સાથે સંબંધિત વૃક્ષ પર ચઢાવો જળ, દરેક અવરોધ થશે દૂર

રોજ સવારે તમારી રાશિ સાથે સંબંધિત વૃક્ષ પર ચઢાવો જળ, દરેક અવરોધ થશે દૂર
, બુધવાર, 9 સપ્ટેમ્બર 2020 (00:42 IST)
શિવલિંગ પર જળ ચઢાવવાની સાથે જ એક લોટો પાણી તમારી રાશિ સાથે સંબંધિત વૃક્ષને પણ અર્પિત કરવુ જોઈએ. આવુ કરતા કુંડળીના દોષોની અસર ઓછુ થવા માંડશે.  ભાગ્યોદયમાં આવી રહેલ અવરોધો દૂર થઈ શકે છે અને ધન સંબંધી પરેશાનીઓ સમાપ્ત થઈ શકે છે. 
 
જ્યોતિષમાં બધા ગ્રહો માટે જુદા જુદા વૃક્ષ બતાવ્યા છે. આ વૃક્ષોની વિધિ-વિધાનથી પૂજા કરતા કુંડળીમાં સ્થિત બધા નવ ગ્રહોના દોષ દૂર થાય છે.  જો તમે વિધિપૂર્વક પૂજા ન કરી શકો તો રોજ ફક્ત એક તાંબાનો લોટો જળ તમારી રાશિ સાથે સંબંધિત વૃક્ષમાં ચઢાવો. આવુ કરતા પણ તમને સકારાત્મક ફળ પ્રાપ્ત થશે. જળ ચઢાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ. 
 
જાણો રાશિ મુજબ વૃક્ષ 
મેષ અને વૃશ્ચિક - ખૈર 
વૃષભ અને તુલા - ગૂલેર 
મિથુન અને કન્યા - અપામાર્ગ 
કર્ક - પલાશ 
સિંહ - આંકડાનો છોડ 
ધનુ અનેમીન - પીપળ 
મકર અને કુંભ - શમી 
 
આ ઝાડની છોકરીઓ સાથે સંબંધિત રાશિના ગ્રહ સ્વામીની શાંતિ માટે હવન પણ કરવામાં આવે છે. 
 
શનિની સાઢેસાતી ઢૈય્યા રાહુ-કેતુ ના દોષ કાલસર્પ દોષ કે પિતૃ દોષ હોય તો આ ઉપાય કરો 
 
નિયમિત રૂપે બ્રહ્મમુહુર્તમાં ઉઠો.. નિત્યકર્મથી નિવૃત્ત થઈને પવિત્ર થઈ જાય ફરી કોઈપણ શિવ મંદિર જાવ. રોજ શિવજીનો વિધિ વિધાનથી પૂજન કરો. જો વિધિવત પૂજન કરવામાં અસમર્થ છે તો રોજ તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરો અને તેમા થોડા કાળા તલ નાખી દો. હવે આ જળને શિવલિંગ પર ૐ નમ: શિવાય મંત્ર જાપનો સાથ ચઢાવો.. ધ્યાન રાખો કે શિવલિંગ પર જળ પાતળી ધારથી ચઢાવો અને મંત્રનો જાપ કરતા રહો. 
 
જો તમે મહામૃત્યુજંય મંત્રનો જાપ કરો છો તો ખૂબ જ લાભકારી રહે છે. આવુ રોજ કરો. જળ ચઢાવવા ઉપરાંત પુષ્પ અને બિલીપત્ર પણ ચઢાવો.. આ ઉપાયથી શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Karmas 2020- અધિકમાસમાં શુભ કાર્ય કરવું પ્રતિબંધિત છે.