Salman hit & run : સલમાનને 5 વર્ષની જેલની સજા, હાલ બે દિવસની જામીન
મુંબઈ. , બુધવાર, 6 મે 2015 (13:32 IST)
સલમાનને 5 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી.
સલમાનના ડ્રાઈવર અશોક સિંહને પોલીસે ધરપકડમાં લીધો. અશોક સિંહ પર ખોટી સાક્ષી દેવાનો આરોપ છે. પોલીસે અશોક સિંહને કોર્ટમાં જ ધરપકડ કરી લીધી.
ઋષિ કપૂરનું ટ્વીટ - સલમાન ખાનની સજા પર બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરે ટ્વીટ કર્યુ છે કે આ દુખના સમયે સમગ્ર કપૂર પરિવાર સલીમ ખાનના પરિવાર સાથે છે. સમય સૌથી મોટો મલમ છે અને બધા ઘાવ ભરી નાખે છે.
રાજ બબ્બર - બોલીવુડ અભિનેતા અને સાંસદ રાજ બબ્બરનુ કહેવુ છે ક કોર્ટે જે નિર્ણય આપ્યો છે તેનુ અમે સન્માન કરીએ છીએ. આ દુખની ક્ષણે આપણે સલમાન અને તેમના પરિવાર માટે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન તેમના પરિવારને આ મુશ્કેલ સમયે હિમંત આપે.
રજામુરાદ - બોલીવુડના અભિનેતા રજામુરાદે કહ્યુ કે તેઓ કોર્ટના નિર્ણયનુ સન્માન કરે છે. પણ સલમાનને સજા મળવાથી સમગ્ર બોલીવુડ ઉદાસ છે. રજામુરાદે કહ્યુ છે કે તેમને પુર્ણ વિશ્વાસ છે કે સલમાનને હાઈકોર્ટ તરફથી જામીન મળશે.
સલમાન ખાનને જામીન મળવામાં ઓગસ્ટ સુધીનો સમય લાગી શકે છે. ગરમીની રજા હોવાને કારણે હાઈકોર્ટ બંધ થઈ રહ્યુ છે. 10 મેથી કોર્ટની રજાઓને કારણે જામીન મળવી મુશ્કેલ છે. સલમાન ખાનના વકીલ આજે જ કોર્ટમાં અરજી આપશે.
અહી થી સીધા જેલમાં જશે. સલમાન ખાન આર્થર જેલમાં જશે. જામીન ફક્ત કોર્ટ દ્વારા જ મળી શકશે.
કોર્ટે સલમાનને બિનઈરાદાપૂર્વક હત્યાનો દોષી માન્યા છે. એક વાગીને 10 મિનિટ પર સજાનું એલાન
કોર્ટ રૂમમાં હાજર સલમાન પોતાની બહેનો સાથે હસીહસીને વાત કરી રહ્યા છે. કોર્ટ રૂમમાં જ સલમાનની સજાનું એલાન થશે.
કોર્ટ રૂમના દરવાજા બંધ કરવામાં આવ્યા. કોર્ટ રૂમની બહાર પોલીસ પત્રકારો વચ્ચે ધક્કા મુક્કી
સલમાન ખાનની કોર્ટમાં જ ધરપકડ કરવામાં આવી
મારી સહાનુભૂતિ સલમાન સાથે. હુ પ્રાર્થના કરીશ કે તેમને વધુ સજા ન થાય. - બીજેપી સાંસદ અને અભિનેત્રી હેમામાલિની
ANIના હવાલાથી સમાચાર - સલમાનના નિર્ણયના સમાચાર સાંભળી સલમાનની માતાની તબિયત ખરાબ. સલમાનના માતા-પિતા ઘરે છે. સંગીતા બિજલાની સલમાનના ઘરે પહોંચી
કોર્ટની અંદરથી બ્રેકિંગ ન્યુઝ - સલમાન ખાન નિર્ણય સાંભળીને રડી પડ્યા. તેમની આંખોમાં આંસુ જોવા મળ્યા
સલમાન ખાનની બહેન અલવીરા કોર્ટમાં રડી રહી છે. સલમાનના પરિવારવાળા તેમને સાંત્વના આપી રહ્યા છે.
કોર્ટની બહાર નીકળ્યા પછી કશુ ન બોલ્યા સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન
સલમાનની સજા પર ચર્ચા ચાલુ છે. કોર્ટે બધા આરોપોમાં દોષી માન્યા. કોર્ટે કહ્યુ કે સલમાનની પાસે લાઈસેંસ નહોતુ. તે દારૂ પીને ગાડી ચલાવી રહ્યા હતા.
સલમાનની સજા પર ચર્ચા થઈ રહી છે. કોર્ટે બધા આરોપોમાં દોષી માન્યા. કોર્ટે કહ્યુકે સલમાન પાસે લાઈસેંસ નહોતુ.
કોર્ટે સલમાન ખાનને પુછ્યુ - 10 વર્ષની સજા બને છે. તમારે શુ કહેવુ છે ?
કોર્ટે માન્યુ દારૂ પર બધા આરોપ સાબિત. સલમાન ખાન દોષી સાબિત
કોર્ટે માન્યુ છે કે સલમાન ખાન જ ગાડી ચલાવી રહ્યા હતા. એ પણ માન્યુ છે કે તેઓ દારૂ પીધેલા હતા
સલમાન ખાન કોર્ટ રૂમ પહોંચ્યા. કોર્ટની કાર્યવાહી શરૂ
નિર્ણય માટે મુંબઈ સેશંસ કોર્ટ પહોંચ્યા સલમાન ખાન. થોડી વારમાં સલમાન પર નિર્ણય આવશે. સલમાન કોર્ટ રૂમની બહાર હાજર છે. થોડી વારમાં શરૂ થશે કોર્ટની કાર્યવાહી. સલમાનનો આખો પરિવાર કોર્ટમાં હાજર.
બોલીવુડ અભિનેતા સલમાન ખાનને સાંકળનારા હિટ એંડ રન મામલે સેશન્સ કોર્ટ બુધવારે પોતાનો નિર્ણય સંભળાવશે. 13 વર્ષ પહેલા બાંદ્રા ઉપનગરમાં એક બેકરી પર સલમાનની એસયૂવીની ટક્કરમાં એક વ્યક્તિનું મોત થઈ ગયુ હતુ અને ચાર અન્ય ઘાયલ થઈ ગયા હતા.
કોર્ટની કાર્યવાહીમાં ભાગ લેવા માટે સલમાન પોતાનુ કામ ખતમ કરીને મંગળવારે મુંબઈ પહોંચી ગયા. બોલીવુડના સૌથી પોપ્યુલર એક્ટરમાંથી એક સલમાન પાસે 2017 સુધીના પ્રોજેક્ટ છે અને તેના પર ઈંડસ્ટ્રીના 200 કરોડ રૂપિયા લાગેલા છે. આ દરમિયાન સેશંસ કોર્ટના સૂત્રોએ જણાવ્યુ કે પોલીસે કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવાની તૈયારી કરી લીધી છે જેથી સલમાનના ફેંસને ત્યા આવતા રોકી શકાય. સૂત્રોએ જણાવ્યુ કે કોર્ટની અંદર ફક્ત મીડિયા કર્મચારીઓ વકીલો અને કોર્ટના સ્ટાફને જવાની મંજુરી મળશે.
જજ ડી ડબલ્યૂ દેશપાંડેએ ગયા મહિને જાહેરાત કરી હતી કે તે 6 મે ના રોજ નિર્ણય સંભળાવશે. તેમણે એક્ટરને 6 મેના રોજ સવારે સવા 11 વાગ્યે કોર્ટમાં હાજર રહેવા માટે સમન રજુ કર્યુ હતુ.
આ મામલે અભિયોજન અને બચાવ પક્ષની ચર્ચા 21 એપ્રિલના રોજ પુર્ણ થઈ ગઈ હતી. મેજીસ્ટ્રેટ તરફથી બિનઈરાદાપૂર્વક હત્યાના આરોપ સામેલ કરવા અને મામલાને સત્ર કોર્ટની પાસે મોકલ્યા પછી ચર્ચા નવેસરથી શરૂ થઈ હતી. બિન ઈરાદાપૂર્વક હત્યા બાબતની સુનાવણી મેજીસ્ટ્રેટ નહી પણ સત્ર કોર્ટ કરી શકે છે અને દોષી સાબિત થનારા પર અપરાધીને 10 વર્ષ સુધીની સજા થઈ
આ આગાઉ મેજીસ્ટ્રેટ સલમાન વિરુદ્ધ બેદરકારીથી અને તેજ ગતિથી ગાડી ચલાવવા મામલે સુનાવણી કરી રહ્યા હતા. આ મામલે આઈપીસી ધારા હેઠળ આરોપીને બે વર્ષ સુધીની સજા થઈ શકે છે.