વર્ષો જૂના આર્મ્સ કેસમાં જોધપુરની કોર્ટે સલમાન ખાનને મુક્ત કરી દીધા છે. સલમાન ખાને પોતાની બહેન અલવીરા સાથે કોર્ટ પહોંચ્યા થોડી જ મિનિટોમાં કોર્ટનો નિર્ણય આવી ગયો અને સલમાન ખાન મુક્ત થઈ ગયા. આ પહેલા જજે સલમાનના વકીલને અડધો કલાકમાં પોતાના અસીલને કોર્ટમાં રજુ થવાનો આદેશ આપ્યો હતો.
આ કેસ સાથે જોડાયેલ બંને પક્ષ પર વાદ-વિવાદ 9 જાન્યુઆરીના રોજ પૂર્ણ થયો હતો. ત્યારબાદ મેજીસ્ટ્રેટ દલપત સિંહ રાજપુરોહિતે સલમાન ખાનને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપતા પોતાનો નિર્ણય 18 જાન્યુઆરી સુધી માટે સુરક્ષિત રાખી લીધો હતો.
વર્ષ 1008માં ફિલ્મ હમ સાથ સાથ હૈ ની શૂટિંગ દરમિયાન સલમાન પર ગેરકાયદેસર રીતે શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો. જેમા સલમાન વિરુદ્ધ ચાર કેસ નોંધાયા હતા. એક કેસમાં કાંકાણીમાં શિકારમાં બિનકાયદેસર હથિયારનો ઉપયોગનો પણ હતો. જેના પર આર્મ્સ એક્ટ હેઠળ કેસ ચાલી રહ્યો હતો. સલમાન પર આરોપ હતો કે આ દરમિયાન તેમની પાસે જે હથિયાર હતા તેનુ લાઈસેંસ એક્સપાયર થઈ ચુક્યુ હતુ.