સલમાન ખાનના હિટ એંડ રન કેસ સાથે જોડાયેલ અનેક મુખ્ય બાબતો લોકો સામે આવી ચુક્યા છે. સલમાન ખાનની જીંદગીમાં 28 સપ્ટેમ્બર 2002ના રોજ એક મોટો તોફાન આવ્યુ જ્યારે તેમની ગાડી દ્વારા એક એક્સીડેંટ થયુ. આ એક્સીડેંટ તેમના માટે ગ્રહણ બની ગયુ. આ એ સમય હતો જ્યારે સલમાન ખાન અને એશ્વર્યા રાયના સંબંધોમાં દરાર આવી હતી અને બંને ખૂબ ખરાબ રીતે લડી ઝગડીને જુદા થયા હતા. એક્સીડેંટથી ઠીક એક દિવસ પહેલા મતલબ 27 સપ્ટેમ્બર 2002ના રોજ એશ્વર્યા રાયે મીડિયામાં સલમાન ખાન વિરુદ્ધ પોતાની ચુપ્પી તોડી હતી અને ઘણુ બધુ એવુ કહ્યુ હતુ જે કદાચ કોઈને સાંભળવુ ગમે નહી. જાણો એશ્વર્યાએ આ ઈંટરવ્યુમાં સલમાનના કયા કયા રહસ્યો ખોલ્યા હતા.
હિટ એંડ રનના એક દિવસ પહેલા.. એશ્વર્યા રાયે 27 સપ્ટેમ્બર 2002ના રોજ ટાઈમ્સ ઓફ ઈંડિયાને એક ઈંટરવ્યુ આપ્યો અને સલમાન ખાન વિરુદ્ધ ઘણુ બધુ કહ્યુ.
શાહરૂખના સેટ પર બવાલ - એશ્વર્યા રાય 'ચલતે ચલતે' શૂટ કરી રહી હતી અને સલમાન ખાનનો કોઈ ફોન નહોતી ઉઠાવી રહી જ્યારબાદ સલમાને સેટ પર આવીને ખૂબ હંગામો કર્યો હતો. જો કે એશ સમગ્ર મામલે ચૂપ રહી.
એશ્વર્યાએ ચુપ્પી તોડી - છેવટે એશ્વર્યાએ ચુપ્પી તોડી હતી જ્યારે તેમનાથી વસ્તુઓ સચવાઈ રહી નહોતી અને મામલામાં વિવેક ઓબેરોય પણ કૂદી પડ્યા. આ દરમિયાન એશ્વર્યાએ સલમાન સાથે જોડાયેલા રહસ્યો ખોલ્યા.
મારો બ્રેકઅપ થઈ ચુક્યો છે - એશ્વર્યાએ ઈંટરવ્યુમાં સ્પષ્ટ કહ્યુ હતુ કે તેમનો સલમાન ખાન સાથે બ્રેકઅપ થઈ ચુક્યો છે અને તેમને પોતાના સંબંધો ખતમ કરી નાખ્યા છે.
સલમાન ખાન પ્રતાડિત કરે છે - એશ્વર્યાએ જણાવ્યુ હતુ કે તેમનો બ્રેકઅપ માર્ચમાં જ થઈ ચુક્યો છે. પણ સલમાન ખાન આજે પણ તેમને પ્રતાડિત કરી રહ્યા છે. તેઓ તેમનાથી પરેશાન થઈ ચુકી છે.
કરી છે મારપીટ - એશ્વર્યાએ કબૂલ કર્યુ હતુ કે જ્યારે તેમણે સલમાન ખાનના ફોન લેવા બંધ કરી દીધા અને કોઈપણ સંબંધ ન રાખવા માંગતી નહોતી ત્યારે તે તેને શારીરિક રીતે પ્રતાડિત કરે છે.
પરિવાર વિરુદ્ધ - એશ્વર્યાએ જણાવ્યુ કે તેમનો સમગ્ર પરિવાર સલમાન વિરુદ્ધ હતો પણ ફક્ત એ જ હતી જેણે તેનો સાથ નિભાવવાનું નક્કી કર્યુ હતુ. પણ તે ખોટી હતી.
સલમાને આપ્યો હતો દગો - એશ્વર્યાએ સ્પષ્ટ કર્યુ હતુ કે બ્રેકઅપ ફક્ત એ માટે થયો કારણ કે સલમાન ખાને તેને દગો કર્યો હતો અને પોતે આ વાત કબૂલી હતી.
એશ્વર્યાનું કેરિયર બરબાદ કર્યુ - એશ્વર્યાએ જણાવ્યુ કે સલમાનને કારણે તેનુ કેરિયર દાવ પર છે. તેમને ફિલ્મોમાથી કાઢવામાં આવે રહ્યા છે અને તેમને અનપ્રોફેશનલ બતાવી રહ્યા છે.
સમજાવવાનો દરેક પ્રયત્ન - એશ્વર્યાએ અંતમાં એ પણ જણાવ્યુ હતુ કે તેણે સલમાનને સમજાવવાની પુર્ણ કોશિશ કરી પણ એ માનવા તૈયાર જ નથી કે બધુ પતી ગયુ છે.
28 સપ્ટેમ્બરના રોજ એક્સીડેંટ - આ ઈંટરવ્યુના બરાબર એક દિવસ પછી એ દુર્ઘટના બની જેણે સલમાન ખાનની જીંદગી બરબાદ કરી નાખી. તેમના ગાડીથી એકનુ મોત થયુ અને ચાર ઘાયલ થઈ ગયા.