Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ `૧૫,૫૬૮ કરોડની જોગવાઇ

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ `૧૫,૫૬૮ કરોડની જોગવાઇ
, ગુરુવાર, 3 માર્ચ 2022 (16:43 IST)
સામાજિક અને આર્થિક વિકાસ માટે વીજળી એક પાયાની આવશ્યકતા છે. દેશની સરેરાશ માથાદીઠ વીજ વપરાશ‌‌‌‌ ૧૧૮૧ યુનિટ સામે ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ ૨૧૪૩ યુનિટ છે, જે ગુજરાતના વિકાસને પ્રતિબિંબિત કરે છે. રાજ્યમાં અંદાજે ૧૯ લાખ ઘરોને પાઇપ દ્વારા કુદરતી ગેસનું જોડાણ આપવામાં આવેલ છે, જે ટકાવારીની દૃષ્ટિએ દેશમાં સૌથી વધારે છે. આ સાથે પાંચ હજાર જેટલા ઔદ્યોગિક એકમો અને આશરે ૧૪ હજાર વ્યાપારી એકમોને કુદરતી ગેસના જોડાણ આપવામાં આવેલ છે. કુદરતી ગેસના આયાત, સ્ટોરેજ, વિતરણ તેમજ વપરાશના ક્ષેત્રે રાજ્ય દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. 
ખેડૂતોને રાત્રિના બદલે દિવસે ખેતી માટે વીજળી પૂરી પાડવાના ઉદ્દેશથી કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આંતરમાળખાકીય સગવડોના વિકાસ માટે જોગવાઇ 
`૧૪૦૦ કરોડ.
બાકી રહેતા તમામ કૃષિવિષયક વીજ જોડાણો આપવાની કામગીરી પૂર્ણ કરવા માટે જોગવાઇ `૧૦૪૬ કરોડ. 
તમામ ગ્રામ પંચાયતોના વોટર વર્કસ માટે વિનામૂલ્યે વીજળી પૂરી પાડવા જોગવાઈ `૭૩૪ કરોડ.
ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવાના ઉદ્દેશથી રીવેમ્પ્ડ ડીસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ અંતર્ગત વીજ વિતરણ માટે માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે જોગવાઇ `૧૦૦ કરોડ.
વધુ ગુણવત્તાયુક્ત વીજપુરવઠો પૂરો પાડવાના આશયથી રાજ્યમાં ૫૬ નવા સબ-સ્ટેશનો આદિજાતિ વિસ્તારોમાં અને ૩૩ સાગરકાંઠા વિસ્તારોમાં સ્થાપવામાં આવશે.
ખેતીવાડી ફીડરોની જાળવણી અને વિભાજનની કામગીરી માટે જોગવાઇ 
`૧૧૦ કરોડ.
કિસાન હિત ઉર્જા શક્તિ યોજના હેઠળ ઓછી ક્ષમતાના ૫ હજાર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર લગાડવાની યોજના માટે જોગવાઇ `૬૦ કરોડ. 
આદિજાતિ વિસ્તારોમાં સારા વોલ્ટેજ સાથે વધુ સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા માટે જોગવાઇ `૫૦ કરોડ.
એગ્રીકલ્ચર પંપના સોલરાઇઝેશન માટેની પી.એમ.-કુસુમ યોજના અંતર્ગત જોગવાઇ `૪૧ કરોડ.
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ઘર વપરાશના સીંગલ પોઇન્ટ વીજ જોડાણ માટે જોગવાઇ `૨૨ કરોડ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ `૧૪,૨૯૭ કરોડની જોગવાઇ