વર્ષ 2007ની ફિલ્મોનુ વિશ્લેષણ
વર્ષ 2007ના પ્રથમ 6 મહીનામાં પ્રદર્શિત ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ જેને કારણે બોલીવુડમાં નિરાશા છવાઈ ગઈ હતી. સુપરહિટ તો છોડો, હિટ ફિલ્મો માટે પણ વાંધા પડી ગયા હતા. જે ફિલ્મો સાથે આશા બાંધી હતી તે પણ અપેક્ષાઓ પર ખરી નહી ઉતરી. 2007
નો બીજો હાફ બોલીવુડ માટે સારુ પરિણામ લાવ્યો. આ દરમિયાન કેટલીય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સફળતા મેળવીને પ્રથમ છ મહિનાના નિરાશાજનક પરિણામોને ભૂલાવી દીધા. આ સમયે બોલીવુડમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે. ફોર્મૂલા ફિલ્મો સિવાય નવા નવા વિષયો પર ફિલ્મો બની રહી છે. પરજાનિયા ટ્રેફિક સિગ્નલ, બ્લેક ફ્રાયડે, હનીમૂન ટ્રેવલ્સ પ્રા.લિ., વાટર, નેમસેક, ભેજા ફ્રાય, ગાંધી માય ફાધર, બ્લૂ અમ્બ્રેલા, લોયંસ ઓફ પંજાબ, મનોરમા સિક્સ ફીટ અંડર જેવી ફિલ્મો આ વર્ષે જોવા મળી. નવા નિર્દેશક, નવા કલાકાર, આવીને નવું સિનેમા બનાવી રહ્યા છે, જેમા આગળ જતાં પરિણામો સારા મળી શકવાની શક્યતા છે.
સુપરહિટ ફિલ્મ : વર્ષની બંને સુપરહિટ ફિલ્મો શાહરૂખ ખાનના નામની રહી. 'ચક દે ઈંડિયા' રજૂ થતા પહેલા એક નબળી ફિલ્મ માનવામાં આવી રહી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સિવાય કોઈ સુપરસ્ટાર નહોતો. શાહરૂખ પણ પોતાના કાયમી પરિચિત અંદાજ વિરુધ્ધ એક ગંભીર ભૂમિકા નિભાવી રહ્યા હતા. રમતો પર આધારિત ફિલ્મોનો રેકોર્ડ આમ પણ સારો નથી રહ્યો, પણ આ ફિલ્મએ પોતાની મજબૂત સ્ટોરીને કારણે લોકોના દિલ જીતી લીધા. દિવાળીના દિવસે રજૂ થયેલી 'ઓમ શાંતિ ઓમ'એ ચારે બાજુ પોતાની સફળતાનો ડંકો વગાડી દીધો. 70 ના દશકાના બોલીવુડની પુષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મમાં ફરહા ખાને ઢગલાબંધ મસાલો પરોસ્યો જેનો આનંદ દર્શકોએ પેટ ભરીને ઉઠાવ્યો. હિટ ફિલ્મ - હિમેશ રેશમિયા અભિનીત ફિલ્મ 'આપકા સુરુર' આશ્ચ્રયજનક રૂપે હીટ લીસ્ટમાં આવી ગઈ. હિમેશના હીરો બનવા પર ઘણા લોકોએ મજાક ઉડાવી, પણ ફિલ્મની રજૂઆત પછી હિમેશના ચેહરા પર ખુશી હતી.
કોમેડીના રંગે રંગાયેલી 'હે બેબી', 'ભૂલભૂલૈયા' અને 'પાર્ટનર'એ પણ સારો વ્યાપાર કર્યો છે. જેની સફળતાએ સાબિત કર્યુ છે કે દર્શકોને એવી ફિલ્મો જોવી ગમે છે જેમાં ઓછુ દિમાગ લગાવવુ પડે. અક્ષય કુમાર આ પ્રકારની ફિલ્મોમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યા. 'હે બેબી' સાજિદ ખાને નિર્દેશિત કરી હતી અને બહેન ફરહાની જેમ તેમને પણ સફળતા મેળવી.
સરેરાશ - મણિરત્નમની ફિલ્મ 'ગુરૂ' એવી સફળ ન રહી શકી જેવી આશા કરવામાં આવી રહી હતી. આ ફિલ્મએ એટલો બીઝનેસ જરૂર કર્યો જેનાથી તેને સફળ કહી શકાય. 'ભેજા ફ્રાય'ની સફળતાએ બોલીવુડનું ભેજુ ફેરવી નાખ્યુ. વિચિત્ર નામવાળી અને વગર કોઈ સ્ટારની આ ફિલ્મએ પોતાની સુંદર સ્ટોરીને કારણે સફળતા મેળવી. આ ફિલ્મની સફળતાએ એવા ફિલ્મ નિર્માતાઓને પ્રેરિત કર્યા જે ઓછા ખર્ચે ફિલ્મ બનાવવા માગે છે. '
નમસ્તે લંડન' બરાબર વિશ્વકપ ક્રિકેટના વચગાળામાં રજૂ થઈ. ભારતીય ક્રિકેટ ટીમે વિશ્વકપની વચ્ચે જ નમસ્તે કરી દીધુ અને જેનાથી ફિલ્મને ફાયદો મળ્યો. હોલીવુડની 'હૈરી પોટર એંડ ધ ઓર્ડર ઓફ ફિનિક્સ' અને 'સ્પાઈડરમેન'એ સફળ થઈને સાબિત કર્યુ કે હોલીવુડની દખલ અંદાજી હવે વધી રહી છે. 'સ્પાઈડરમેન' તો ભોજપુરી બોલતા જોવા મળ્યા. ઈન્દ્રકુમારની હીરોઈન સિવાયની ફિલ્મ 'ધમાલ' ધીરે ધીરે ચાલતી ગઈ. આ ફિલ્મ બાળકોને ખૂબ ગમી. શાહિદ-કરીનાની 'જબ વી મેટ' ના નિર્માતાને પ્રચાર માટે વધુ પૈસો નહી ખર્ચવો પડ્યો, કારણકે ફિલ્મ રજૂ થવાના થોડાંક દિવસ પહેલાંજ બંનેમાં બ્રેકઅપ થઈ ગયુ. જેને કારણે આ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ. ફિલ્મની કથા અન્ય ફિલ્મ કથાઓની જેમ જ હતી, પણ તેની રજૂઆત બહુ જ સરસ રીતે કરવામાં આવી હતી જેને કારણે દર્શકોએ આને પસંદ કરી.
થોડી નરમ, થોડી ગરમ - આ શ્રેણીમાં તે ફિલ્મો છે, જે કેટલીક જગ્યાએ સફળ રહી તો કેટલીક જગ્યાએ અસફળ. 'ચીની કમ'ને ફક્ત મોટા શહેરોમાં પસંદ કરવામાં આવી. નાના શહેરોમાં દર્શકોએ આ ફિલ્મનો વિષય બકવાસ લાગ્યો. '
અપને'એ ઉત્તર ભારતમાં સારો રંગ જમાવ્યો કારણકે અહીં દેઓલ પરિવારને પસંદ કરનારાઓની સંખ્યા વધુ છે. 'શૂટ આઉટ એટ લોખંડવાલા'ને મુંબઈમાં દર્શકોનો પ્રેમ મળ્યો. 'મેટ્રો' પણ પોતાના નામ મુજબ મેટ્રો સીટીમાંજ પસંદ કરવામાં આવી.
ફ્લોપ ; ફ્લોપ તો કેટલીય ફિલ્મો થઈ, પણ અહીં એવી ફિલ્મોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનાથી સૌને ઘણી આશા હતી. આ યાદીમાં 'રામગોપાલ વર્માકી આગ' નું નામ સૌથી ઉપર છે. રામૂએ આ ફિલ્મ બનાવી પોતાની સૌથી મોટી ભૂલ કરી. બીજી 'શોલે' બનાવવાના ચક્કરમાં રામૂ ન ઘરના રહ્યા કે ન ઘાટના. 'નિ:શબ્દ', 'ગો', 'ડાર્લિગ' જેવી હલકી ફિલ્મો બનાવી રામૂએ સાબિત કરી દીધુ કે વર્ષ 2007નો હલકી ફિલ્મમેકરનો એવોર્ડ તેમની પાસેથી કોઈ નહી છીનવી શકે.
કલાકારોથી સજાયેલી 'સલામ-એ-ઈશ્ક'ને દર્શકોએ નફરત કરી. યશરાજ ફિલ્મસના હાથે આ વર્ષે ફ્લોપ ફિલ્મો વધુ બની. 'ઝૂમ બરાબર ઝૂમ', 'આજા નચ લે' અને 'લાગા ચુનરીમે દાગ'એ તેમના નામ પર ડાધ લગાવી દીધો.
સંજય લીલા ભંસાલી ની 'સાઁવરિયા' ને 'ઓમ શાંતિ ઓમ'ની સામે આવવાનું પરિણામ ભોગવવું પડ્યુ. તેઓ બૂમો પાડી-પાડીને કહેતા રહ્યા કે તેમની ફિલ્મ હીટ છે પણ આંકડા કંઈ બીજુ જ કહી રહ્યા છે. અબ્બાસ મસ્તાનની 'નકાબ'ની સ્ટોરી કોઈને ન સમજાઈ. અનુભવ સિન્હાની 'કૈશ'એ નિર્માતાઓના ગજવા ખાલી કરી નાખ્યા. 'નો સ્મોકિંગ'ને દર્શકોએ દૂરથી નમસ્કાર કરવા જ યોગ્ય સમજાયા.