Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2007ની વિશ્વ પર એક નજર

2007ની વિશ્વ પર એક નજર

નઇ દુનિયા

, શુક્રવાર, 25 જાન્યુઆરી 2008 (14:48 IST)
NDN.D

ગત વર્ષ 2007માં વિશ્વ પર ભારત છવાયેલું રહ્યું. વિશ્વના વધારે પડતાં દેશો ભારતની સાથે પોતાની કૂટનીતિક સંબંધઓને સુધારવા કે વધારે સારા બનાવવાની દોડમાં લાગેલા રહ્યાં. આનું ખાસ કારણ ભારતને અમેરીકા, રૂસ, બ્રિટેન, જાપાન તેમજ ચીનના સમકક્ષ પ્રભાવશાળી, રાજનીતિક અને આર્થિક મહાશક્તિના રૂપમાં માન્યતા મળી ગઈ. આંતરરાષ્ટ્રીય સ્તર પર આયોજીત દરેક સંગઠન, મંચ અને સમેલ્લનમાં ભારતની ઉપસ્થિતિ રેખાંકિત કરવામાં આવી અને તેના પ્રતિનિધિને વિશેષ મહત્વ મળ્યું.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પદ પર ભારતીય પ્રત્યાશીની નિમણુંક કરવામાં આવી નહિ છતાં પણ વિશ્વ બેંક, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ, વિશ્વ વ્યાપાર, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, આંતરરાષ્ટ્રીય ન્યાયાલય અને વિશ્વ જળવાયુ પરિવર્તન સમ્મેલનોના મંચ પર ભારતીય પ્રતિનિધિઓની ભૂમિકા વધારે પ્રભાવશાળી રહી. દરેક વખતે ભારત વિકસીત ઔદ્યોગીક રાષ્ટ્રોના વિચારના વિરોધમાં આગળ રહ્યું અને વિકાસશીલ દેશોનો પક્ષ લીધો.
webdunia
NDN.D

પાકિસ્તાનમાં જે કંઈ પણ થયું અને થનાર છે તેમાં ભારત અને અમેરીકા સિવાય ઘણાં દેશોની દિલચસ્પી રહી. પાકિસ્તાનમાં આંતરિક ઉપદ્રવ સમય-સમય પર સમાચારોમાં છવાયેલા રહ્યો. અમેરીકા તે દબાવ નાંખતું રહ્યું છે કે ત્યાં લોકતંત્ર કાયમ થાય. સૈનિક તાનાશાહના રૂપમાં કાર્ય કરી રહેલા રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફની કાર્યપ્રણાલીને પાકિસ્તાનની ન્યાયપાલિકાએ પડકાર આપ્યો અને નવી રીતથી ચુંટણીની માંગે જોર પકડ્યું તો ચુંટણીની ઘોષણા કર્યા બાદ પણ મુશર્રફને કટોકટી લાગું કરવી પડી અને અન્ય અધિકારીઓને બદલવા તેમના માટે જરૂરી થઈ ગયું. કટોકટી પણ ઉઠાવી લેવાઈ પરંતુ ન્યાયાલયોમાં સોગંદ લેનાર ન્યાયાધીશ તથા સેનાને પોતાના દ્વારા નામાંકિત સેનાધ્યક્ષની હેઠળ રાખીને તેવું વિચારવાની શક્યતા છોડી દેવાઈ કે શું ચુંટણી દરમિયાન સામાન્ય મતદાતા પોતાની પસંદગીની સરાકાર બનાવવામાં સફળ થઈ શકશે? શરૂઆતમાં અમેરીકાની ઈચ્છા હતી કે બેનઝીર ભુટ્ટોના સહયોગથી નવી લોક્તાંત્રિક સરકાર બને અને સાઉદી અરબ નવાજ શરીફને સત્તા અપાવવા માંગતું હતું પરંતુ બેનઝીર ભુટ્ટોની હત્યાથી બધા જ સમીકરણમાં ગડબડ થઈ ગઈ. વધારે પડતી જનતા માને છે કે વર્દી છોડીને ચુંટણી લડનાર મુશર્રફ જ સત્તા સંભાળશે. અમેરીકા પણ કદાચ મુશર્રફને જ સમર્થન આપશે.

webdunia
NDN.D

અમેરીકા અને જાપાનના સંબંધો પણ પહેલા જેવા નથી રહ્યા. જાપાનનો વિચાર એવો બાનતો જઈ રહ્યો છે કે તેના માટે અમેરીકા કે જાપાનથી વધારે એશિયાઈ દેશો પર ધ્યાન આપવું જોઈએ. અમેરીકા વર્ષભરના સમાચારોની અંદર છવાયેલું રહ્યું. તેના વર્ચસ્વ અને પ્રભુત્વને ફક્ત શાબ્દિક પડકાર મળ્યો જેના કારણે અમેરીકાએ ભલે તેની નીતિ-રીતિમાં બદલાવ કર્યો પરંતુ તેના મહત્વમાં કોઈ જ ઉણપ આવી નથી. ઈરાક પર સૈનિક કાર્યવાહી બાદ ત્યાં જે સરકાર બની તે અમેરીકાના નિર્દેશોનું પાલન કરે છે અને અમેરીકાની સેના હજું પણ ત્યાં હાજર છે.

2007માં રૂસની ભૂમિકા પણ સશક્ત રૂપથી ઉભરી છે. રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિને પોતાના બીજા કાર્યકાળમાં સમાજવાદી વિચારને મહત્વ આપવાનું શરૂ કરી દિધું અને અમેરીકાનો વિરોધ કરનારાઓને સમર્થન પ્રદાન કરવાની નીતિ સ્વીકારીને લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કર્યો. બ્રિટેનમાં 17મી મેના દિવસે ગોર્ડન બ્રાઉનની પ્રધાનમંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી. આ જ દિવસે ફ્રાંસમાં નિકોલસ સરકોજીએ સત્તા ગ્રહણ કરી. નાઈઝીરીયામાં ઉમારૂ એડુઆ રાષ્ટ્રપતિ તરીકે બિરાજ્યાં. જાપાનમાં યુસુઓ ફુકુદા પ્રધાનમંત્રી બન્યાં. તુર્કીમાં અબ્દુલા ગુલ રાષ્ટ્રપતિ તેમજ એરડોગન પ્રધાનમંત્રી બન્યાં. ઈરાનમાં મહમૂદ અહમદીનેજાદ રાષ્ટ્રપતિ બનેલા રહ્યાં. વેનેઝુએલામાં સ્યૂગો શાવેજ અને કોલંબિયામાં અલમેરી ઉદેનીની પાસે સત્તા રહી. ઉત્તર કોરીયામાં કિમ જોંગ ઈલ બનેલા રહ્યાં. બાંગ્લાદેશમાં ન તો ખાલીદા જીયા કે ન શેખ હસીનાને સત્તા મળી શકી. કેનેડામાં સ્ટીફેન હાર્પર પ્રધાનમંત્રી બની ગયાં. ઓસ્ટ્રેલીયામાં હાર્વડની પાર્ટી હારી ગઈ અને રૂડની સરકાર બની ગઈ. નેપાળની અંદર માઓવાદીઓને કારણે અસ્થિરતા બનેલી રહી. મ્યાંનમારમાં ઉપદ્રવ અને વિરોધી કાર્યો ચાલું છે.
webdunia
NDN.D

આંતરરાષ્ટ્રીય સ્તર પર ત્રણ મુદ્દાઓ ખાસ ચિંતાજનક છે :

(1) તેલ સંકટ
(2) જળવાયુ સંકટ
(3) ગરીબી, અશિક્ષા, ભુખ અને બિમારીનું નિરાકરણ

તેલની કિંમતો સો ડોલર પ્રતિ બેરલ ઉછળી ગઈ છે. વાહનો અને યંત્રોના પ્રયોગે ઉર્જાના સંકટને વધારી દિધું છે. તેલ નિકાસ કરનાર દેશોના સંગઠનો આને પોતાનું મહત્વ વધારવાનું માધ્યમ બનાવી રહ્યાં છે. ચીન અને ભારતના નેતૃત્વમાં એશીયાના દેશો ઝડપથી આર્થિક વિકાસની દોડમાં લાગેલા છે. પરંતુ વધારે પડતાં દેશ ગરીબી, અશિક્ષા, ભુખ, એઈડ્સ, મલેરીયા, પોલીયો, કુપોષણથી પીડિત છે. અહીંયા સુધી કે અરબપતિઓમાં 58 ભારતીયોના નામો ગણાવા છતાં પણ વધારે પડતાં લોકો ગરીબી અને પછાતપણાથી અભિશાપિત છે. એક વર્ષ વધારે વીતી ગયું પરંતુ દુનિયા બધું મેળવીને ત્યાંની ત્યાં જ છે.

Share this Story:

Follow Webdunia gujarati