Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બેનઝીર ભુટ્ટોના જીવનના મુખ્ય પડાવો

બેનઝીર ભુટ્ટોની શ્રેષ્ઠ શૈક્ષણિક કારકિર્દી

બેનઝીર ભુટ્ટોના જીવનના મુખ્ય પડાવો

એજન્સી

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોના જીવન સાથે જોડાયેલા થોડાક મહત્વપૂર્ણ તથ્યો આ મુજબ છે -
NDN.D
...બેનઝીર ભુટ્ટોનો જન્મ 21મી જુન, 1953માં એક પૈસાદાર પરિવારમાં થયો હતો. તેમના પિતા જુલ્ફીકાર અલી ભુટ્ટો પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી)ના સંસ્થાપક હતા અને તેઓ વર્ષ 1971 થી 1977 સુધી પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા.

બેનઝીરનો અભિયાસ -
ઓક્સફોર્ડ યુનિયનના પ્રેસિડેન્ટનો હોદ્દો શોભાવનાર પ્રથમ એશિયન મહિલા પકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભૂટ્ટો એક સફળ રાજકારણી તો હતા તેમજ પાક. જેવા રૂઢિચુસ્ત દેશમાં કે જ્યાં છોકરીઓને કાયમ પડદાપ્રથા પાડવાની ફરજ પાડવામાં આવે છે ત્યાં તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. ભુટ્ટોએ તેમની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત લેડી જેનિંગ્સ નર્સરી સ્કૂલથી કરી હતી. એ પછી તેમણે કરાચીના જિસસ એન્ડ મેરી કોન્વેન્ટમાં શિક્ષણ લીધું હતું. રાવલપિંડી પ્રઝેન્ટેશન કોન્વેન્ટમાં બે વર્ષના સ્કૂલિંગ બાદ તેઓ આગળના અભ્યાસ માટે મરેના જિસસ અને મેરી કોન્વેન્ટમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે 15 વર્ષની ઉંમરે ઓ લેવલની પરીક્ષા પાસ કરી હતી. એ પછી તેઓ એ લેવલનો અભ્યાસ પૂર્ણ કરવા માટે કરાચી ગ્રામર સ્કૂલમાં જોડાયા હતા.

પાકિસ્તાનમાં તેમનું પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અમેરિકા ગયા હતા તેમજ 1969થી 1973 સુધી અમેરિકાની રેડક્લીફ કોલેજમાં શિક્ષણ મેળવ્યા બાદ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી હતી.
webdunia
NDN.D

એ પછી તેમના શિક્ષણનો આગામી તબક્કો યુ.કે.માં શરૂ થયો હતો. 1973 થી 1977 સુધી ભુટ્ટોએ લેડી માર્ગારેટ હોલમાં ફિલોસ્પી, પોલિટિક્સ અને ઇકોનોમિક્સનું શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ઓક્સફોર્ડમાંથી ઇન્ટરનેશનલ લો અને ડિપ્લોમેસીનો કોર્સ કર્યો હતો. ડિસેમ્બર 1976માં તેઓ ઓક્સફોર્ડ યુનિયનના પ્રેસીડેન્ટ તરીકે ચૂંટાઇને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ આ પ્રતિષ્ઠિત સોસાયટીના વડા તરીકે સૌપ્રથમ એશિયન મહિલા હોવાનું પણ ગૌરવ ધરાવતા હતા. 18મી ડિસેમ્બર 1987માં તેઓ કરાચીમાં આસિફ અલી ઝરદારીને પરણ્યા હતા. તેમને ત્રણ બાળકો બિલાવલ, બખ્તાવર અને અસીફા છે.

બેનઝીર પર અગાઉના હુમલા -
બેનઝીર ભુટ્ટો પર 18મી ઓકટોબરે જિન્નાહ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બહાર આવ્યાંના થોડાક જ સમય બાદ હુમલો કરવામાં આવ્યો હતો. ત્રાસવાદીઓ દ્વારા રેલીમાં કરવામાં આવેલા બે પ્રચંડ વિસ્ફોટોમાં 136 માણસો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 450 જણા ઘવાયા હતા.
webdunia
NDN.D

ગઇકાલે 27મી ડિસેમ્બરના રોજ બેનઝીર પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના છ કલાક પહેલા બેનઝીરની સુરક્ષા ભારે સઘન બનાવી દેવાનો સુરક્ષા એજન્સીઓને સરકાર તરફથી આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ સુરક્ષા એજન્સીઓ બેનઝીરને ત્રાસવાદી હુમલાથી બચાવવામાં નિષ્ફળ નીવડી હતી.

પાકિસ્તાનના પ્રમુખે દેશમાં ત્રીજી નવેમ્બરે કટોકટી લાદી ત્યારે દુબઇથી પાકિસ્તાન પરત આવેલાં બેનઝીરને કલાકો સુધી વિમાનમાં જ રોકી રાખવામાં આવ્યાં હતાં અને ત્યાંથી સીધા લાહોરમાં તેમના નિવાસસ્થાને લઇ જવામાં આવ્યાં હતાં.

આઠમી ડિસેમ્બરે બ્લુચિસ્તાનમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કાર્યાલયમાં ત્રણ અજ્ઞાત બંદૂકધારીઓ ઘૂસી ગયા હતા અને કાર્યાલયમાં આડેધડ ગોળીબાર કર્યો હતો.

છેલ્લે 27મી ડિસેમ્બરના રોજ રાવલપિંડીમાં રેલીના દરમિયાન થયેલા હુમલામાં બેનઝીર ભુટ્ટોની કર્પિણ હત્યા થઇ ગઇ હતી.

Share this Story:

Follow Webdunia gujarati