'ચાંદની બાર', 'પેજ થ્રી' અને 'ટ્રાફિક સિંગનલ'ના માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારા નિર્દેશક મધુર ભંડારકરની 'ફેશન' પણ ચર્ચામાં રહી. જોન અબ્રાહમ અને અભિષેક બચ્ચનની 'દોસ્તાના' સફળ તો રહી પરંતુ... |
|
|
બોલીવુડને આ વર્ષે ઈમરાન ખાન અને ફરહાન અખ્તરના રૂપમાં બે પ્રતિભાશાળી કલાકારો પણ મળ્યા. જાને તૂ યા જાને ના થી પ્રેમની નવી પરિભાષા ગઢનારા ઈમરાને કિડનેપમાં બદલાની આગમાં તરફડતા એક પાત્રને ભજવીને સાબિત કરી દીધુ કે અભિનય કૌશલ તેમણે પોતાના મામા આમિર ખાન પાસેથી વિરાસતમાં મળ્યું છે. નિર્માતા નિર્દેશક અને હવે અભિનેતા ફરહાનની રોક ઓન પરોક્ષ સફળતા મેળવનારી ફિલ્મોમા રહી.
શ્યામ બેનેગલે પોતાની ટ્રેડમાર્ક સંજીદા ફિલ્મોથી હટીને 'વેલકમ ટૂ સજ્જનપુર' બનાવી. ગ્રામીણ પુષ્ઠભૂમિ પર બનેલી આ કોમેડીને વર્ષની પસંદગીની હિટ ફિલ્મોમાં ગણાવી શકાય છે.
રોહિત શેટ્ટીની 'ગોલમાલ રિર્ટંસે' પણ સો કરોડ રૂપિયાથી વધુનો કારોબાર કર્યો. ગયા વર્ષે 'જબ વી મેટ' ના તમામ પુરસ્કારો એકઠા કરનારી કરીના કપૂરની આ એકમાત્ર સફળ ફિલ્મ રહી. શાહિદ કપૂરથી તેમનું છુટા પડવુ, સેફ અલી ખાન સાથે પ્રેમ પ્રસંગ અને સાઈઝ ઝીરો જ અધિક ચર્ચામાં રહ્યા. સેફ અને કરીનાની જોડીને ટશનમાં દર્શકોએ નકારી દીધી.
ક્રિકેટ અને મેચ ફિક્સિંગની પુષ્ઠભૂમિ પર મોહિત સૂરીની 'જન્નત' સફળ રહી અને આનુ સંગીત પણ ઘણું જ વખણાયું. સંજય લીલા ભંસાલીની સુપરફ્લોપ સાંવરિયાથી શરૂઆત કરનારા રણબીર કપૂરે 'બચના એ હસીનો' દ્વારા પોતાના કેરિયરનો ગ્રાફને સાચવ્યો.
'ચાંદની બાર', 'પેજ થ્રી' અને 'ટ્રાફિક સિંગનલ'ના માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારા નિર્દેશક મધુર ભંડારકરની 'ફેશન' પણ ચર્ચામાં રહી. જોન અબ્રાહમ અને અભિષેક બચ્ચનની 'દોસ્તાના' સફળ તો રહી પરંતુ સમલૈંગિકતા જેવા બિંદાસ વિષયને ઉઠાવવા માટે નિર્માતા કરણ જોહરને ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો.