અંતરીક્ષમાં ચંદ્રયાન-1 તરતું મુકી દેશે મોટી સિધ્ધિ મેળવી છે. નેનો મેળવી રાજ્યે વિકાસમાં ચાર ચાંદ લગાવ્યા છે આ સિધ્ધિઓની સામે આ વર્ષ દરમિયાન આપણે જે વિટંબણાઓ, ભયાનકતા જોઇ છે એ ધ્રુજાવનારી છે.
એક સાંધોને તેર તૂટે એવો સમય એટલે વર્ષ 2008. આતંકવાદ, આર્થિક મંદીથી વીંટળાયેલા અને સળગતા આ વર્ષની ભયાનક એટલી તીવ્ર રહી કે દેશના તમામ લોકોને દઝાડી ગઇ. આ વર્ષની ભયાનકતા તો એ છે કે, આ વર્ષમાં લાગેલી આગની જ્વાળાઓ આગામી સમયમાં પણ દઝાડતી રહેશે.
દેશના ઇતિહાસમાં આતંકી હુમલાઓમાં આ વર્ષ ખરાબીની ટોચે રહ્યું. દેશના પાટનગર તથા આર્થિક મહાનગરી સહિત અન્ય શહેરોને આતંકવાદીઓએ એક પછી એક પોતાના નિશાન બનાવ્યા. દેશમાં વર્ષ દરમિયાન થયેલા હુમલામાં 352 લોકો જાન ગયા છે જ્યારે 1436 લોકો ઘાયલ થયા છે. 26મી નવેમ્બરના રોજ મહાનગરી મુંબઇ ઉપર કરાયેલા હુમલાએ તો જાણે કોહરામ મચાવી દીધો. મુંબઇમાં ત્રાટકેલા 10 પાકિસ્તાની આતંકીઓએ મુંબઇને રીતસર બાનમાં લીધુ.
ઐતિહાસિક હોટલ તાજ સહિત સ્થળોએ સ્થાનિક તથા વિદેશી નાગરિકો વચ્ચે મોતનું તાંડવ ખેલાયું. આ હુમલામાં 171 લોકોના મોત થયા હતા તથા 259 જેટલા ઘાયલ થયા હતા. પોલીસ તથા જવાનોએ 60 કલાકના જંગ બાદ છેવટે હોટલ તાજને આતંકવાદીઓથી મુક્ત કરાવી. દેશમાં થયેલા આતંકીઓ હુમલાઓ દેશની કમર તોડી રહ્યા છે. સરકારની સાથોસાથ હવે જનતાએ પણ જાગવાની જરૂર ઉભી થઇ છે. જો વધુ મોડું કરીશુ તો વધુ નુકશાન જાય એ વાત વિતેલા વર્ષના સરવૈયા પરથી સ્પષ્ટ વર્તાઇ રહી છે.
આતંકવાદ બીજુ ભયાનક પરિબળ આર્થિક મંદી છે કે જે દેશ સહિત સમગ્ર વિશ્વને દઝાડી રહ્યું છે. લેહમેન જેવી મોટી મોટી કેટલીય બેંકોએ નાદારી નોંધાવી છે. જ્યાં મોટી મોટી સંસ્થાઓ મંદીની ઝપેટમાં મરવા પડી છે ત્યારે નાની કંપનીઓની વાત કરવી કઠીન છે. એમાંય આ વર્ષ દરમિયાન મંદીને કારણે દેશ-વિદેશમાં લાખો લોકો બેકાર બન્યા છે. આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે આ તો હજું શરૂઆત છે. આ ઉપરથી તો એવું જણાઇ રહ્યું છે કે, વર્ષ 2008ની ઘાતક અસરો આગામી વર્ષમાં જોવા મળી શકે છે. આવા કપરા દોરમાં કંપનીઓ કર્મચારીઓ ઉપર કાતર ફેરવી રહી છે. લાખો પરિવારો માટે આજીવીકા મોટો સવાલ થઇ માથે ભાર બની છે.
આર્થિક મંદીની સીધી અસર રાજ્યના હિરા બજાર ઉપર દેખાઇ છે. રાત દિવસ ધમધમતો આ વ્યવસાય છેલ્લા કેટલાય મહિનાઓથી બંધ પડ્યો હતો. જે વર્ષના અંતમાં પુનઃ ચાલું થયો છે જે એક રાજ્ય માટે સારી વાત છે. આમ છતાં આવતા વર્ષને લઇને ઘણી બધી સાવચેતીઓ રાખવાની જરૂર છે. નહીં તો આવનાર સમય પણ ભારે થઇ પડશે....!