હિરા બજારની ચમક ઘટી
રત્ન કલાકારોની જીંદગી બની દોઝખ
દેશના રાજકારણીઓ ભલે આર્થિક મંદીની વાસ્તવિકતા સીધી રીતે સ્વીકારતા ના હોય પરંતુ ગુજરાતના હીરા ઉદ્યોગને આનો સીધો ઝટકો લાગ્યો છે. સુરત સહિત રાજ્યમાં કેટલાય દિવસ સુધી હિરા બજારના દરવાજા ના ઉઘડતાં રત્નકલાકારોની જીંદગી દોઝમ બની જવા પામી છે. છેલ્લા કેટલાય મહિનાઓથી ઘરમાં એક રૂપિયો ના આવતાં શુ ખાવું શુ પીવું સહિત બાળકોના ભણતર ખર્ચને લઇને રત્ન કલાકારોના પરિવારમાં ભારે કકળાટ થઇ રહ્યો છે.
અમેરિકાની મંદીથી ગુજરાતના રત્નલાકારોની સ્થિતિ હૃદયદ્રાવક બની છે. ગુજરાતમાં અંદાજે 16 હજાર જેટલા કારખાના છે. જેમાં લાખો કારીગરોને રોજગારી મળે છે ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી કારખાન બંધ રહેતાં તેમના પરિવારો માથે આભ તૂટી પડ્યું છે. મજબુરીને લીધે રાજ્યમાં છેલ્લા આઠ મહિનામાં 30 જેટલા રત્નકલાકારોએ આપઘાત કર્યાના કિસ્સા નોંધાયા છે.
સુરતમાં રત્ન કલાકારોએ દેખાવ કરતાં મોડે મોડે અસર દેખાઇ છે અને કારખાના પુનઃ શરૂ થઇ રહ્યા છે તો બીજી બાજુ મહાગુજરાત જનતા પાર્ટી પણ રત્ન કલાકારોની પીડાને લઇને આગળ આવી છે.