Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિહાર પૂર : લોકો રહ્યા ભગવાન ભરોસે

બિહાર પૂર : લોકો રહ્યા ભગવાન ભરોસે

વેબ દુનિયા

બિહારમાં આ વર્ષે કોશી નદી ગાંડી બનતાં બિહાર બેહાલ બન્યું હતું. કોશી સહિત નદીઓમાં પણ ભારે વરસાદથી ઘોડાપૂર આવતાં લોકો ભગવાન ભરોસે રહ્યા હતા. સરકારી તંત્ર પણ અસરગ્રસ્તોને પુરતી અને તાત્કાલિક મદદ કરી શક્યું ન હતું.

પૂરને કારણે ભૂખમરાની નોબત આવી હતી. જીવન જરૂરીયાતની વસ્તુઓનાં ભાવ આસમાને ગયા હતા. સરકારી સહાય પણ નાગરિકો સુધી પહોચી શકી ન હતી. હેલીકોપ્ટરોને ઉડવામાં પણ તકલીફ પડી હતી.

બિહારમાં કોસી નદીએ તેનું વહેણ બદલતાં 10 લાખ લોકોને ફરજિયાત સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. પૂરની સ્થિતિ ગંભીર બનેલી છે. વડાપ્રધાન દ્વારા બિહાર પૂરને રાષ્ટ્રીય આપત્તિ હોવાની ઘોષણા કરી રૂ.1 હજાર કરોડની સહાયની જાહેરાત કરી હતી. નેપાળમાં કોસી નદી પરનાં બંધમાં ગાબડું પડતાં, નદીએ તેનાં વહેણની દિશા બદલી નાંખતાં આ વિકટ સ્થિતિ સર્જાઇ હતી.

રાજ્ય સરકાર દ્વારા સેનાની મદદ લેવામાં આવી હતી. સેનાનાં હેલીકોપ્ટરોની મદદ લેવાઇ હતી પરંતુ તે નિષ્ફળ રહેતાં લોકોને કેટલાય દિવસો સુધી ભૂખ્યા રહેવાનો વારો આવ્યો હતો. આ દિવસોમાં એક કિલો ચોખાનો ભાવ રૂ. 100 અને એક લિટર દૂધનો ભાવ રૂ. 150 થઇ ગયો હતો. પશુઓની હાલત સૌથી વધુ ખરાબ બની હતી. સેકડો પશુઓ પૂરમાં તણાઈને મૃત્યુ પામ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati