અવાજ કરતું અમદાવાદ શહેર 26મી જુલાઇના કાળા શનિવારની સાંજે એકાએક થંભી ગયું. ગણત્રીની મિનિટોમાં એક પછી એક થયેલા શ્રેણીબધ્ધ 17 બોમ્બ ધડાકાઓએ શહેરને તહસનહસ કરી નાખ્યું હતું. માનવતાના આ દુશ્મનોએ ઘાયલોને લઇ જવાયેલ હોસ્પિટલને પણ બોમ્બમાં ઉડાવતાં ઘાયલો બીજા હુમલામાં મોતમાં હોમાઇ ગયા હતા.
આ હુમલામાં 46થી વધુ મોત થયાનું તથા 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. તપાસ દરમિયાન આતંકવાદીઓએ સાયકલ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. પોલીસે હુલાના આ ષડયંત્રમાં સંડોવાયેલા અબુ બશર સહિત 17 જેટલા શખ્સોની બાદમાં ધરપકડ કરી હતી.
સમય સ્થળ
6-30 મણીનગર ચાર રસ્તા પાસે
6-30 રાયપુર ચકલામાં બે ધમાકા
6-30 બાપુનગર ડાયમંડ માર્કેટ
6-35 સારંગપુર ચકલા
6-35 મણીનગર બસ સ્ટેન્ડ
6-35 જવાહર ચોક
6-35 ઇસનપુર ગોવિંદવાડી
6-45 સારંગપુર સર્કલ
6-42 બાપુનગર ડાયમંડ માર્કેટ
6-45 નરોડા ગેલેક્સી સિનેમા
7-52 મણીનગર એલ.જી હોસ્પિટલ
7-52 સરખેજ જુહાપુરા રોડ
7-54 સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર
9-30 ગોતા-વડસર રોડ