Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિવિધતાથી પરિપૂર્ણ ભારત

વિવિધતાથી પરિપૂર્ણ ભારત
N.D
ભારત અને ભારતીય વિષે અનેક ધારણા છે, પરંતુ પ્રશ્ન એ થાય કે ભારત અને ભારતીય આખરે છે શુ ? મારા મતે ભારત એક રાષ્ટ્રનો વિચાર છે, તેમાં સભ્યતાગત એકતા, ઐતિહાસીક સમાનતા અને સમૃદ્ધ વિવિધતાથી પરિપૂર્ણ ગણતંત્ર છે. હું વર્ષોથી અમેરિકામાં છું અને અમેરિકા માટે એક આશ્ચર્યજનક ધારણા છે કે, તે ઓગળતા વાસણ જેવું છે. આપણે 1500 વર્ષ પુર્વેનો વિચાર કરીએ તો આ વાત ભારત માટે પણ યથાયોગ્ય બની જાત. કારણ કે, તે સમયે વિશ્વના અલગ-અલગ પ્રદેશોમાંથી અનેક લોકો અહીં આવ્યા હતા અને તેથી જ ભારતમાં અનેક જાતિઓનો શંભુમેળો જોવા મળ્યો જેનુ અત્યારે આપણે પ્રતિનિધીત્વ કરી રહ્યા છે. પરંતુ હાલની પરિસ્થીતી મુજબ જો અમેરિકા ઓગળતા વાસણ જેવુ છે તો ભારતને 'થાળી' તરીકે આલેખતા મને જરાય સંકોચ નહીં થાય. કારણ કે આ થાળીમાં વિવિધતા સભર વાગનીઓ પિરસવામાં આવી છે. કેટલાક લોકો કહે છે કે, ભારતીય માત્ર એ વ્યકિત છે જેણે ભારતમાં જન્મ લીધો છે. આ લોકોના વિચાર સાથે હું સંમત નથી કારણ કે ઈંગ્લેન્ડમાં જન્મ લેનાર એની બેસન્ટ અને શુ મક્કામાં પેદા થનાર મૌલાના અબ્દુલ કલામ આઝાદ પણ ભારતીય ન હતા, જો તેઓ ભારતીય હતા તો પછી સોનીયા ગાંધી કેમ નથી ?

વિવિધતા અને વિવાદોનો અસાધારણ દે

વિન્સટન ચર્ચીલે કહ્યુ હતુ કે, ભારત માત્ર એક ભૌગોલીક અભિવ્યિક્ત છે. પરંતુ વિવિધતા અને વિવાદોનો અસાધારણ સમન્વય વિશ્વના અન્ય કોઈ દેશમાં નથી તેથી અત્યારે તેમનુ આ વિધાન ખોટુ પડતુ જણાય છે. ભૌગોલીક પરિસ્થીતી, હવામાન, ભાષા, ભોજન અને સંસકૃતીની વિવિધતા માત્ર એક જ રાષ્ટ્રમાં ગુંથવામાં આવી છે. હાલ રાષ્ટ્રવાદી આંદોલનોએ બહોળા આત્મવિશ્વાસ સાથે પ્રસ્થાપીત કર્યુ છે કે વિરોધાભાસ હોવા છતાંય ભારત મહાન છે.

શું છે ભારત અને ભારતીય ?

ભારત એક વિચાર છે તેવુ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ કહ્યુ હતુ. આ એક એવુ રાષ્ટ્ર છે જે સપના અને દ્રષ્ટીકોણને ધારણ કરે છે. અહીં બરફથી ઢંકાયેલા પર્વતો અને ગીચ જંગલો છે, અહીં દસ લાખથી વધુ લોકો 35થી વધુ ભાષા બોલે છે. અહીં વિશ્વનો સૌથી વધુ ભીડભાડ વાળુ શહેર છે, અહીં ગરીબી અને બેરોજગારી છે છતાંય એક મુઘલ સમ્રાટે કહ્યુ હતુ કે, જો ધરતી પરનુ સર્વગ અહીં જ છે..અહીં જ છે.

અશિક્ષીત અને પ્રશિક્ષીતનો સંગ

ભારતમાં હજી 51 ટકા લોકો અશિક્ષીત હોવા છતાં અહીં પ્રશિક્ષીત વૈજ્ઞાનકો અને ઈજનેરોની મોટી ફૌજ તૈયાર છે. અનેક સમસ્યાથી ઘેરાયેલો હોવા છતાંય અન્ય દેશો કરતાં વધુ સંખ્યામાં સોફ્ટવેર ભારતે તૈયાર કર્યા છે જેને અમેરિકાની કોમ્પ્યુટર નિર્માતા કંપનીઓ દ્વારા બહોળી સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. ભારતમાંથી ઓછામાં ઓછા પાંચ ધર્મોનો વિકાસ થયો છે. અહીં શાસ્ત્રીય ન્રત્યોની ત્રણ શૈલી છે. અહીં 85 રાજકીય પક્ષો છે અને આશ્ચર્યની વાત કે અહીં બટાટાની 300થી વધુ વાગનીઓ મૌજુદ છે. જેથી ભારતને એક શબ્દમાં પરિભાષીત કરવો અસંભવ છે. મહાત્મા ગાંધીએ કહ્યુ હતુ કે, વિશ્વમાં વહેતો પવન ભારતના માર્ગે જ નીકળશે.

આજે વોલમાર્ટથી માંડીને માઈક્રોસોફ્ટ અને મેકડોનાલ્ડથી લઈને નેસ્ડેકની હવા પણ ભારતમાં થઈને જ વહી રહી છે. આજે અમત્ય સેન અને લક્ષ્મી મિત્તલ જેવા અનેક સમગ્ર વિશ્વને ધ્રુજાવી રહ્યા છે.

( શશિ થરુર,એક વરિષ્ઠ સંયુક્ત રાષ્ટ્ર અધિકારી, ટિપ્પણીકાર અને ઉપન્યાસકાર છે, પ્રજાસત્તાક દિને ચેન્નઈમાં આપેલા વકતવ્યના અંશો અત્રે પ્રસ્તુત છે)

Share this Story:

Follow Webdunia gujarati