Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રજાસત્તાક નિમિત્તે બોલીવુડનો સંદેશ

પ્રજાસત્તાક નિમિત્તે બોલીવુડનો સંદેશ
સંસ્કાર અને સંસ્કૃતિ મહત્વની છે - અમિતાભ

સંસ્કાર અને સંસ્કૃતિ જ બે એવી વસ્તુઓ છે જેને કારણે દરેક રાષ્ટ્રની પોતાની જુદી જ ઓળખ બને છે અને આ આખા રાષ્ટ્રને એકસૂત્રમાં બાંધી મૂકે છે. અમારી સંસ્કૃતિ, સભ્યતા, સાહિત્ય, સંગીત અને કલા ખૂબ જ સમૃધ્ધ રહી છે. લોકોને સમજાવવુ પડશે કે આ આપણા દેશની સંપત્તિ આજે પણ મહત્વપૂર્ણ છે.

માનવીય મૂલ્યોનુ અવમૂલ્યન થયુ છે. આજે સૌથી વધુ જરૂર એ વાતની છે કે આ મૂલ્હ્યોને સ્થાપિત કરવામાં આવે અને લોકો સંકુચિત પ્રવૃત્તિના થઈ રહ્યા છે તેને દૂર કરવામાં આવે. આ જ ભાવનાને અમે સારી રીતે વિકસિત કરવી જોઈએ. લોકોને આ વાત માટે જાગૃત કરવા પડશે કે વ્યક્તિથી વધુ મહત્વપૂર્ણ રાષ્ટ્ર છે. આ કામ મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. કારણ કે આ જ ભાવના આખા રાષ્ટ્રને એક સૂત્રમાં બાંધી શકે છે.

webdunia
  N.D
આજે અપનત્વની જરૂર છે - આમિર ખાન

વિવિધતાઓ અને સમસ્યાઓ છતા આપણા દેશને એકતામાં બાંધી રાખવો એક આજની સૌથી મોટી જરૂરિયાત છે. ચારે બાજુ ફેલાયેલ ભ્રષ્ટાચારને જડથી ઉખેડવુ પડશે. એવુ નથી કે આખો દેશ ભ્રષ્ટ છે. કેટલાક લોકો ભ્રષ્ટ છે જેના કારણે આખા દેશનું તંત્ર બગડી ગયુ છે. આજે સમાજમાં સંબંધો તૂટી રહ્યા છે. આ સંબંધોમાં અપનત્વને મહત્વ આપવું પડશે જેને માટે આપણા સમાજ અને સંસ્કૃતિ તરફ ધ્યાન આપવાની જરૂર છે.


webdunia
  N.D
એકતાની ભાષા બોલવાની જરૂર છે - દેવ આનંદ

આજે આઝાદીના 60 વર્ષ પછી પણ આપણે એક નથી થઈ શક્યા. 1947માં દેશને બે ટુકડામાં વહેંચ્યો હતો, અને આજે રાજ્યોમાં વહેંચાઈ રહ્યો છે. રાજ્યની સીમા અને ભાષા માટે લડાઈ થઈ રહી છે. ભારતીય પોતાના રાજ્ય વિશે પ્રથમ વિચારે છે, અને સમગ્ર દેશ વિશે પછી. આ એક કટુ સત્ય છે. આજના નેતાઓ પણ રાજનીતિમાં પ્રથમ પોતાના રાજ્યના હિતની જ વાત કરે છે. આજે એક એવા નેતાની જરૂર છે જે જનતાની સામે એવી વાતો મૂકે કે કાશ્મીરથી કન્યાકુમરી સુધી આખો દેશ તેની વાતને સમજે. આજે રાજનીતિના નામે જે થઈ રહ્યુ છે તે યોગ્ય નથી. લોકો જ્યારે દેશના હિતની વાતોને મહત્વ આપશે ત્યારે જ દેશ એકતાના સૂત્રમાં બંધાશે.

webdunia
  N.D
સાક્ષરતાની જરૂરિયાત સૌથી વધુ છે - નસીરુદ્દીન
મને લાગે છે કે દેશની એકતાને માટે આખા દેશનું શિક્ષિત હોવુ સૌથી વધુ જરૂરી છે. સરકારી આંકડાની દ્રષ્ટિએ 60 ટકા લોકો સાક્ષર થઈ ચૂક્યા છે. આવનારા દસ વીસ વર્ષમાં આને 100 ટકા કરવું પડશે. દેશની વસ્તી જો શિક્ષિત હોય તો દેશના વિકાસની ગતિ ઝડપી બનશે. એ જ રીતે દેશમાં ગરીબી પણ એક મોટી સમસ્યા છે. 40 ટકા લોકો ગરીબ છે જેને દૂર કરવા માટે એક મહત્વની યોજના બનવી જોઈએ અને તેનો ઝડપથી અમલ પણ થવો જોઈએ. ગરીબી હટાવવા અને સાક્ષરતા વધારવા માટે આ વાતોને મહત્વ આપવુ જોઈએ. આજે દેશને ઈમાનદાર અને મહેનતી લોકોની જરૂર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક રોમાંટિક પત્ની બનવું છે તો આ જરૂર વાંચો