Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત એક લોકતાંત્રિક ગણરાજ્ય

ભારત એક લોકતાંત્રિક ગણરાજ્ય

વેબ દુનિયા

, શુક્રવાર, 23 જાન્યુઆરી 2009 (17:35 IST)
ભારતનું સંવિધાન ભારતને એક સાર્વભૌમિક, બિન સાંપ્રદાયિક, સમાજવાદી હોવાની ઓળખ રજુ કરે છે. ભારત એક લોકતાંત્રિક ગણરાજ્ય છે. ભારત સંયુક્ત સંસદીય પ્રતિનિધિ લોકતાંત્રિક રાજ્યની રાજનીતિ ધરાવે છે. જેમાં પ્રધાનમંત્રી દેશની સરકારના પ્રમુખ છે. શાસન અને સત્તા સરકાર અને સંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભાના હાથમાં હોય છે. જનતા દ્વારા સરકારની રચના કરવામાં આવે છે.

ભારતમાં પણ અમેરિકાની જેમ સંયુક્ત સરકાર બને છે. પરંતુ ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની તુલનામાં શક્તિશાળી છે. જે બ્રિટનની સંસદીય પ્રણાલી પર આધારિત છે. જ્યારે ન્યાય પ્રણાલી સ્વતંત્ર છે. બહુમત ન હોવાથી સ્થિતિમાં કે પછી વિશેષ સંવિધાનિક પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને દુર કરી શકે છે અને સંયુક્ત શાસન એટલે કે રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે.

રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દેશના પ્રમુખ છે. દેશના કાનૂન સહિતની સત્તાઓના તે સર્વશક્તિશાળી વ્યક્તિ છે. તે ભારતીય સેનાઓના મુખ્ય સેનાપતિ છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને અપ્રત્યક્ષ મતદાન દ્વારા 5 વર્ષ માટે ચૂંટવામાં આવે છે. દરેક રાજ્યને એક રાજ્યપાલ હોય છે. રાષ્ટ્રપતિ દ્વારા એમની નિયુક્તિ 5 વર્ષ માટે કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી સરકારની પ્રમુખ વ્યક્તિ છે અને કાર્યપાલિકાની તમામ સત્તા તેમની પાસે હોય છે. પ્રધાનમંત્રીની ચૂંટણી રાજનૈતિક પાર્ટીઓ તથા ગઠબંધન દ્વારા પ્રત્યક્ષ પ્રણાલીથી સંસદમાં બહુમત સિધ્ધ કરવાથી થાય છે. બહુમતિ ટકી રહેવાના સંજોગોમાં પ્રદાનમંત્રીનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. જ્યારે સંવિધાનમાં કોઇ ઉપ પ્રધાનમંત્રીની જોગવાઇ નથી પરંતુ સમય સમયે એમાં ફેરફાર થતા રહ્યા છે.

સંસદ
સંસદને કહેવામાં આવે છે. જેના બે ગૃહ છે. ઉચ્ચ સદન એટલે કે રાજ્યસભા અને નીચલું સદન એટલે લોકસભા. રાજ્યસભામાં 245 સભ્યો છે જ્યારે લોકસભામાં 552 સભ્યો છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ વિધિથી 6 વર્ષ માટે કરવામાં આવે છે. જ્યારે લોકસભાના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ વિધિથી 5 વર્ષની સમય મર્યાદા માટે કરવામાં આવે છે. 18 વર્ષથી મોટી વયની તમામ ભારતીય નાગરિકો મતદાન કરી શકે છે.

ન્યાયપ્રણાલી
ભારતની સ્વતંત્ર ન્યાયપ્રણાલીનું ઉચ્ચત્તમ સ્થાન સુપ્રિમ કોર્ટ છે. જેના પ્રમુખ મુખ્ય ન્યાયાધીશ હોય છે. સુપ્રિમ કોર્ટને નવી બાબતો, હાઇકોર્ટના વિવાદો બાબતે હસ્તક્ષેપ કરવાનો અધિકાર છે. ભારતમાં 21 હાઇકોર્ટ છે. જેના અધિકાર અને ઉત્તરદાયિત્વ સુપ્રીમ કોર્ટના હસ્તક છે. ન્યાયપાલિકા અને વ્યવસ્થાપિકાના પરસ્પર મતભેદ કે વિવાદનું સમાધાન રાષ્ટ્રપતિ કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati