Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાષ્ટ્રધ્વજને બાઅદમ સલામી

રાષ્ટ્રધ્વજને બાઅદમ સલામી

વેબ દુનિયા

, મંગળવાર, 27 જાન્યુઆરી 2009 (14:43 IST)
P.R

રાજયપાલ શ્રી પંડિત નવલકિશોર શર્માએ 60મા પ્રજાસત્તાક પર્વે પંચમહાલ જિલ્લાના મુખ્‍ય મથક ગોધરા ખાતે ફુલગુલાબી પ્રભાતે ધરતી પરથી રાષ્‍ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને રાષ્‍ટ્રગીતની ધૂન સાથે લહેરાવ્‍યો હતો. રાજયકક્ષાના આ ઘ્‍વજવંદન કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ પણ ઉપસ્‍થિત રહી રાષ્‍ટ્રધ્‍વજને ભારે સન્‍માનપૂર્વક સલામી આપી હતી. આ અવસરે હેરતઅંગેઝ અંગ કસરતના પ્રયોગો, રંગારંગભર્યા સાંસ્‍કૃતિક કાર્યક્રમો તથા શિસ્‍તબધ્‍ધ માર્ચ પાસ્‍ટ નિહાળવા જનમેદની ઉમટી પડી હતી.

શહેરના લુણાવાડા રોડ ઉપર વિજય સર્કલ નજીક આવેલા એસ.આર.પી. પરેડના મેદાન પર રાજયકક્ષાના આ 60મા પ્રજાસત્તાક પર્ર્વના શાનદાર સમારોહ દરમિયાન પંચમહાલવાસીઓએ ધ્‍વજવંદનની સાથોસાથ પોલીસ બેન્‍ડના દેશભક્‍તિગીતની સુરાવલીઓ રેલાવતા સંગીત વચ્‍ચે શિસ્‍તબધ્‍ધ પોલીસ, એન.સી.સી-બોયસ એન્‍ડ ગલ્‍ર્સ, હોમગાર્ડસ, લેડીઝ પોલીસ તથા ગ્રામ રક્ષક દળની પરેડને નિહાળી હતી. રાજયની વિકાસલક્ષી યોજનાઓની ઝાંખી કરાવતા આકર્ષક અને ઉત્તમ કલાકારીગરી દર્શવતા ટેબ્‍લોઝ, જિલ્લાની વિવિધ શાળાઓના 508 વિઘાર્થીઓનાં જુદા જુદા રંગબેરંગી સાંસ્‍કૃતિક કાર્યક્રમો પવનવેગી ધોડાઓની હૈરતઅંગેજ અશ્વદોડ સહિત વિવિધ આકર્ષણોએ દેશભક્‍તિનો એક અનેરો માહોલ ઉભો કર્યો હતો.

આ અવસરે, મુખ્‍ય સચિવ ડી.રાજગોપાલન, મુખ્‍યમંત્રીના અધિક અગ્રસચિવ કે.કૈલાસનાથન, પોલીસ મહાનિર્દેશક પી.સી.પાંડે, જિલ્લાના સાંસદો, ધારાસભ્‍યો, જિલ્લાના પદાધિકારીઓ, સચિવો, વરિષ્‍ઠ અધિકારીઓ તેમજ જિલ્લા પ્રશાસનના ઉચ્‍ચ અધિકારીઓ, જિલ્લાના આમંત્રિત પ્રબુદ્ધો, અગ્રણીઓ, શ્રેષ્‍ઠીઓ અને પંચમહાલ જિલ્લાની જનતા મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત હતી.

ચેતક, ચંદ્રયાને માર્યું મેદા
રાજયપાલ શ્રીનવલકિશોર શર્મા તથા મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ પોલીસ પરેડમાં શ્રેષ્‍ઠતાના પ્રથમ પુરસ્‍કાર ચેતક પ્‍લાટુન કમાન્‍ડોને, દ્વિતિય -એસ.આર.પી.ગ્રુપ વડોદરા અને તૃતિય પુરસ્‍કાર એન.સી.સી.બોયઝ-30 ને એનાયત કર્યા હતા. ટેબ્‍લોઝ વિભાગમાં પ્રથમ પુરસ્‍કાર સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી વિભાગનું ચંદ્રયાન, દ્વિતિય ક્રમે અમૃતમંથન અને તૃતિય ક્રમે વન-પર્યાવરણ વિભાગ-ઇકો ટૂરીઝમને પુરસ્‍કારો અપાયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati