Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાષ્ટ્ર ધ્વજના મુખેથી

રાષ્ટ્ર ધ્વજના મુખેથી
P.R
વ્હાલા ભારતવાસીઓ,
હુ તમારો રાષ્ટ્રધ્વજ બોલી રહ્યો છુ. ગુલામીની કાળી શાહી રાતના છેલ્લા ગાળે જયરે સ્વતંત્રતનો સૂરજ નીકળવાનો સંકેત પ્રભાતની બેલાએ આપ્યો ત્યારે 22 જુલાઈ 1947ના રોજ ભારતની સંવિધાન સભાના કક્ષમાં પ. જવાહરલાલ નહેરુએ મને વિશ્વ અને ભારતના નાગરિકોની સામે રજૂ કર્યો. આ મારી જન્મ ક્ષણ હતી. મને ભારતનો રાષ્ટ્રધ્વજ સ્વીકારીને સન્માન આપવામાં આવ્યુ. આ અવસર પર પં. નહેરુએ મોટુ માર્મિક ભાષણ પણ આપ્યુ. અને માનનીય સદસ્યો સામે મારા બે સ્વરૂપ - રેશમી ખાદી અને બીજુ સૂતી ખાતીથી બનાવેલા રજૂ કર્યા. બધાએ તાળીઓના ગળગળાટ સાથે મારું સ્વાગત કર્યુ.

આ પહેલા 23 જૂન, 1947ના રોજ મને આકાર આપવા માટે એક અસ્થાયી સમિતિનુ ગઠબંધન થયુ, જેના અધ્યક્ષ હતા. ડો. રાજેન્દ્રપ્રસાદ અને સમિતિમાં તેમની સાથે હતા મૌલાના અબુલ કલામ આજાદ, એ.એમ. પણિવકર, શ્રીમતી સરોજિની નાયડૂ, કે.એમ. મુંશી, ચક્રવર્તી રાજગોપાલાચારી અને ડો. બી આર. આમ્બેડકર. લાંબી ચર્ચા-વિચારણા પછી મારા વિશે સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો. મારા રંગ,રૂપ, આકાર, માન-સન્માન, લહેરાવવા વગેરે વિશે માનક નક્કી કરવામાં આવ્યા. છેલ્લે 18 જુલાઈ 1947ના રોજ મારા વિશે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો. 22 જુલાઈ 1947ના રોજ બધાની સ્વીકૃતિ મેળવીને મારો જન્મ થયો.

આઝાદીના ઘેલાઓના બલિદાન અને ત્યાગની ાલિમા મારા રંગોમાં વસેલી છે. આ ઘેલાઓને કારણે જ મારો જન્મ થયો છે. 14 ઓગસ્ટ 1947ની રાતે 10.45 પર કાઉંસિલ હાઉસના સેટ્રલ હોલમાં શ્રીમતી સુચેત કૃપલાનીના નેતૃત્વમાં 'વંદે માતરમ ના ગીત સાથે કાર્યક્રમ શરૂ થયો. ત્યારબાદ શ્રીમતી હંસાબેન મહેતાએ અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદ મારા સિલ્કવાળા સ્વરૂપને સોપીને કહ્યુ કે આઝાદ ભારતમા પહેલો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. બધા લોકોની સામે મારુ એ પહેલુ પ્રદર્શન હતુ. 'સારે જહા સે અચ્છા' અને 'જન ગળ મન'ના સામૂહિક ગીત સાથે આ સમારંભ પૂરો થયો.

પંડિત નહેરુએ મારા માનક બતાવ્યા જે તમે પણ જાણવા જોઈએ. તેમણે કહ્યુ કે ભારતનો રાષ્ટ્રધ્વજ સમતલ ત્રિરંગો હશે. આ આયાતકાર હોવાની સાથે લંબાઈ અને પહોળાઈનો માપ 2:3 હશે. ત્રણ રંગોની સમાન આડી પટ્ટીઓ હશે જેમાં સૌથી ઉપર કેસરિયો, મધ્યમાં સફેદ અને નીચે લીલા રંગની પટ્ટી હશે. સફેદ રંગની પટ્ટી પર મધ્યમાં સારનાથ સ્થિત અશોક સ્તંભની ચોવીસ ધારીઓવાળુ ચક્ર હશે. જેનો વ્યાસ સફેદ રંગની પટ્ટીની પહોળાઈ બરાબર હશે.

મારા નિર્માણમાં જે વસ્ત્ર ઉપયોગમા લેવામાં આવશે, તે ખાદીનુ હશે. અને સૂતી, ઉની કે રેશમી પણ હોઈ શકે છે. પણ શરત એ છે કે સૂત હાથથી કાપવામાં આવશે અને હાથથી વણવામાં આવશે. આમા હાથકરધાનો સમાવેશ થાય છે. સિલાઈ માટે ફક્ત ખાદીના દોરાનો જ ઉપયોગ કરવામાં આવશે. નિયમમુજબ મારા માટે ખાદીના કે વર્ગ ફીટ કપડાનુ વજન 205 ગ્રામ હોવુ જોઈએ.

મારા નિર્માણને માતે હાથથી બનેલી ખાદીનુ ઉત્પાદન સ્વતંત્રતા સેનાનિઓના એક સમૂહ દ્વારા આખા દેશમાં માત્ર ગરગ નામના ગામમાં કરવામાં આવે છે કે ઉત્તરે કર્નાટકના ઘારવાડ જિલ્લામાં બેંગલોર-પૂના રોડ પર સ્થિત છે. તેની સ્થાપના 1954માં થઈ. પરંતુ હવે મારુ નિર્માણ ક્રમશ ઓર્ડિનેસ ક્યોરિંગ ફેક્ટરી શાહજહાપુર, ખાદી ગ્રામોદ્યોગ આયોગ મુંબઈ અને કહદી ગ્રામોદ્યોગ આયોગ દિલ્લીમાં થવા માંડ્યુ છે. પ્રાઈવેટ નિર્માતાઓ દ્વારા પણ રાષ્ટ્રધ્વજનુ નિર્માણ કરવામાં કોઈ પ્રતિબંધ નથી. પણ મારા ગૌરવ અને ગરિમાને દ્રષ્ટિમાં રાખતા એ જરૂરી છે કે મારા પર આઈ.એસ.આઈ(ભારતીય માનક સંસ્થાન)ની મોહર લાગેલી હોવી જોઈએ.

મારા રંગોનો અર્થ પણ સ્પષ્ટ છે. કેસરિયા રંગ સાહસ અને બલિદાનનો, સફેદ રંગ સત્ય અને શાંતિનો તથા લીલો રંગ શ્રધ્ધા અને શોર્યનો પ્રતીક છે ચોવીસ ધારીઓવાળુ ભુરુ ચક્ર 24 કલાક પ્રગતિનું પ્રતિક છે. અને પ્રગતિ પણ એવી જેવી કે ભૂરુ એકદમ વિશાળ આકાશ અને ભૂરુ અને ઉંડુ આકાશ.

Share this Story:

Follow Webdunia gujarati