Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માઉંટ બેંટનને ગાંધીજીનો પત્ર

માઉંટ બેંટનને ગાંધીજીનો પત્ર
W.D
હું તો આશ્ચર્યમાં છું કે તમે વિચારો છો કે કોંગ્રેશ અને લીંગ, બન્નેના પક્ષ ન્યાયસંગત છે અને લગભગ ઝિન્નાની માંગ વધારે મહત્વની છે. મારો સ્પષ્ટ મત છે કે આ શક્ય નથી. સરખામણી કરવી જ હોય તો પૂર્ણ સાતત્યથી કરો. જો તમારી દ્રષ્ટિએ કાયદા-આઝમ ઝિન્ના કોંગ્રેસની સરખામણીમાં વધારે સમજદાર અને ન્યાયપ્રિય છે તો તમારે મુસ્લિગ લીંગના નેતાઓં સાથે જ સલાહ-સૂચન કરવો જોઇએ અને ખુલેઆમ તેમની નીતિઓનો સ્વીકાર કરવો જોઇએ.

તમે ઇશારો કર્યો કે લગભગ કાયદા-આઝમ તમને લોકોને 15મી ઓગસ્ટ સુધી સત્તાની વહેચણી નહીં કરવા દે, કારણ કે કોંગ્રેસ મંત્રિગણ અનુકૂળ સરકાર નહી આપી શકે. મારા માટે આશ્ચર્યમિશ્રિત દુશ્ર્વિંતાના સમાચાર છે. મેં તો શરૂઆતથી જ ભાગલાનો વિરોધ કર્યો છે. ભાગલાના વિચારમાં બ્રિટિશ સામ્રાજ્યની શરૂઆતની જ ભૂલ છે. હજુ તમે આ ભૂલને સુધારી શકો છે, પરંતુ ખરાબ આચરણ અને વાકાપણાને વધારવામાં ન્યાય નથી.

તમે ત્રીજી વખત મને ભોંયભેગો કરી દીધો કે અંગ્રેજોની હાજરીમાં જો ભાગલા ન થયા તો હિંદૂ બહુમતી મુસલમાનોંને ગુલામ બનાવીને રાજય કરશે અને તેઓને કયારેય ન્યાય નહીં મળી શકે. જેમ કે મેં તમને કહેલું કે, આ ધારણા ખરેખર કલ્પના છે. સંખ્યાનું મહત્વ આમાં છે જ નહી. એક લાખથી ઓછા અંગ્રેજોએ 40 કરોડ ભારતીયોનું શોષણ કરી તેના ઉપર રાજ કર્યું. તેમ છતાં, તમારા વિચાર માટે નિચેની પાંચ સલાહ મોકલી રહ્યો છું

- કોંગ્રેસે ઘણી વખત ખુલ્લેઆમ એલાન કર્યુ છે કે તે કોઇ પણ પ્રાંતને બળજબરીથી ભારતીય યૂનિયનમાં નહીં જોડે.
- જાત-પ્રાંતથી વિખેરાયેલા કરોડોં હિન્દુઓંની તાકાત નથી કે તે દસ કરોડ મુસલમાનોંનું શોષણ કરે જાય.
- મુગલોં એ પણ અંગ્રેજોની જેમ હિંદુસ્તાન ઉપર લાંબા સમય સુધી સખ્ત શાસન કર્યું હતું.
- મુસલમાનોંએ હરિજનોં અને આદિવાસિઓને તેમની સાથે ભેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધોં છે.
- સુવર્ણ હિન્દૂ, જેના નામ ઉપર ધમાલ થઇ છે, તેની સંખ્યા તો એકદમ નગણ્ય કહી શકાય તેટલી જ છે.

આ સિદ્ધ થઇ શકે છે કે આમાંથી પણ અત્યારે રાજપૂતોંમાં રાષ્ટ્રીયતાનો ઉદય ન થયો હોય. બ્રાહ્મણ અને વૈષ્ણવ તો હથિયારા પકડવાનું પણ નથી જાણતા. એમની કોઇ સત્તા હોય તો તે નૈતિક સત્તા છે. શૂદ્રો(નીચલી જાતી)ની ગણતરી હરિજનોંની સાથે થાય છે. એવો હિન્દૂ સમાજ એમની બહુમતીથી મુસલમાનોંને પદાક્રાંત કરી તેનો નામોશેષ કરી શકે, આ એકદમ પોકળ-કાલ્પનીક વાર્તા છે.

એટલા માટે તમે સમજી શકશો કે સત્ય અને અહિંસાના નામ પર હું ફકત એકલો જ રહી જઉ અને અહિંસાવાળો પુરૂષના પ્રતાપની સામે અણુશક્તિ પણ મામૂલી (હિન) થઇ જાય છે, તો નૌકાદળનો તો હિસાબ જ નથી. મેં આ પત્ર મારા મિત્રોંને નથી બતાવ્યો.

સાદર

મોહનદાસ કરમચંદ ગાંધી

તારીખ - 28મી જૂન, 1947


Share this Story:

Follow Webdunia gujarati