Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાટણની 'રાણકીવાવ' હવે દિલ્લીમાં

પ્રજાસત્તાક દિને યોજાનારી રેલીમાં ગુજરાતના પાટણની 'રાણકીવાવ'નો ટેબ્લો

પાટણની 'રાણકીવાવ' હવે દિલ્લીમાં
PRP.R

દિલ્લીમાં પ્રજાસત્તાક દિને યોજાનારી રેલીમાં ગુજરાતના પાટણની 'રાણકીવાવ'નો ટેબ્લો રજુ કરવામાં આવશે. જે માટે રાણકીવાવનુ આબેહુબ માળખુ તૈયાર કરવામાં આવ્યુ છે અને તેની આગળના ભાગે સ્થીત ઝરુખો પણ બનાવવામાં આવ્યો છે. રાણકીવાવની પ્રતિકૃતિની આગળ ગુજરાતની યુવતીઓ બેડા નૃત્ય કરી ગુજરાતની સંસ્કૃતિ વિષે દર્શકોને માહિતગાર કરશે.

ઉલ્લેખનીય છે કે, ઈ.સ.1022થી 1063ના અરસામાં ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ રાણકીવાવનુ બાંધકામ પુરુ કરાવ્યુ હતુ. પાટણમાં આવેલી આ વાવના છેડા પર પગથિયા છે, કહેવાય છે કે, આ પગથીયા 30 કિલોમીટર દુર આવેલા સિધ્ધપુર પાસે ખુલે છે.
webdunia
PRP.R

રાણીની વાવ પાટણ ખાતે સોલંકી વંશની રાણી ઉદ્દયમતી દ્વારા તેમના પતિ ભિમદેવ પહેલાની યાદમાં બનાવવામાં આવી હતી. આ વાવમાં પૂર્વ-પશ્ચિમ બાજુએ સાત પરસાળો આવેલી છે. આ વાવની દિવાલો અને મંડપ પરની મનમોહક કોતરણી છે. આ વાવની પરસાળમાં દેવદેવીઓના સુંદર શિલ્પો છે.

અંત્રઉલ્લેખનિે, વાવમાં પાણીના સ્તરે જતાં વિષ્ણુના દશાવતારનાં શીલ્પો, શેષનાગ પર સવાર વિષ્ણુ અને સ્થાપત્યો ગુજરાત અને રાજ્સ્થાન પ્રદેશની વિશેષતા છે. વાવ ધોમધખતા ઉનાળામાં વટેમાર્ગુને પાણી અને વિશ્રામ આપે છે. શરૂઆતમાં વાવ સાદાઇથી બનાવવામાં આવી હતી પણ સમય જતાં તેને શિલ્પોથી શુશોભિત કરવાની પરંપરા જોવા મળી છે...

Share this Story:

Follow Webdunia gujarati